સુરત : બોયકોટ ચાઇના અભિયાન વચ્ચે સિટી બસ ડ્રાઇવરે બનાવેલા પ્રતિબંધિત Tiktok એપના video Viral


Updated: June 30, 2020, 9:45 PM IST
સુરત : બોયકોટ ચાઇના અભિયાન વચ્ચે સિટી બસ ડ્રાઇવરે બનાવેલા પ્રતિબંધિત Tiktok એપના video Viral
સિટી બસના ડ્રાઇવરનો આ વીડિયો જોઈને હસવું જરૂર આવશે.

સરકાર દ્વારા ટિક્ટોક સાથે 59 અલગ અલગ એપ્લિકેશન પર ભારતભરમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

  • Share this:
ચાઈના બાઇકોટ (Boycott china) અભિયાનમાં આજથી ટિક્ટોક (Tiktok) એપ પર સરકાર દ્વારા પ્રતિબંધ (Ban) મુકવામાં આવ્યો છે ત્યારે સુરતની (Surat) મહાનગર પાલિકા સંચાલિત  બ્લુ સિટી બસના ડ્રાઇવરે (city bus dirver) મુસાફરોના જીવન જોખમમાં મુકી વીડિયો બનાવતો હતો અને આ વિડીયો આજે વાઇરલ થતા અનેક સવાલ ઉભા થયા છે ત્યારે આ ડાઇવર સામે તંત્ર દ્વારા ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ડ્રાઇવરે આ વીડિયોના કારણે સીટી બસનાં ડ્રાઇવરના ફોલોવર્સ પણ વધ્યા હતા.

ભારત અને ચાઈનાના ચાલી રહેલા વિવાદમાં ભારતભરમાં બોઇકોટ ચાઈના અભિયાન મોટા પ્રમાણ માં ચાલી રહ્યુ છે. ત્યારે સરકાર દ્વારા ટિક્ટોક સાથે 59 અલગ અલગ એપ્લિકેશન પર ભારતભરમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના રસ્તા પર દોડતી અને યમરાજ તરીખે ઓળખાતી બ્લુ સિટી બસના ડ્રાઇવરના અનેક વીડિયો (Viral video) આજે સોશિયલ  મીડિયામાં વાઇરલ થયા છે.

આ પણ વાંચો :  TikTok સ્ટાર શિવાની મર્ડર કેસ: આરોપીએ કહ્યુ, 'વાત ન કરતી હોવાથી મારી નાખી!'

આ વીડિયો માં ડ્રાઇવર બસ સાથે અને ખાસ કરીને બસમાં મુસાફરો બેસેલ હોય તેમાં સામે ચાલુ બસે વીડિયો બનાવી ટિક્ટોક એપ પર અપલોડ આપ્યા હતાય જોકે આજે વીડિયો વાઇરલ થતાની સાથે અનેક સવાલ ઉભા થયા છે.જોકે, હવે આજથી ટિકટોક એપ પર પ્રતિબંધ થતા આવા અનેક લોકોના કન્ટેન્ટ પણ ઉડી ગયા છે. તે પહેલાં સુરતના વીડિયોએ ખૂબ ચર્ચા જગાવી છે. જોકે, પાલિકા તંત્ર આ ડ્રાઇવર વિરુદ્ધ કોઈ પગલાં ભરશે કે નહીં તે મોટો સવાલ છે.

 
First published: June 30, 2020, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading