સુરત : પરિણીતાનું ફેક ID બનાવીને મહિલા મિત્રને વીડિયો કોલ કરીને બતાવ્યો ગુપ્ત ભાગ


Updated: March 15, 2020, 10:18 AM IST
સુરત : પરિણીતાનું ફેક ID બનાવીને મહિલા મિત્રને વીડિયો કોલ કરીને બતાવ્યો ગુપ્ત ભાગ
પ્રતિકાત્મક તસવીર

સુરતનાં ભાઠેના વિસ્તારમાં રહેતા 45 વર્ષીય બ્યુટીશિયન મહિલાનાં નામે કોઇક વ્યક્તિએ ફેસબુક પર ફેક આઇડી બનાવ્યું હતું.

  • Share this:
સુરત : શહેરનાં (Surat) ભાઠેના વિસ્તારની 45 વર્ષીય પરિણીતાનું (married woman) ફેસબુકમાં (Facebook) ફેક એકાઉન્ટ  (fake account)બનાવીને તેની મહિલા મિત્રોને ગુપ્ત ભાગ બતાવીને હેરાન કરવાની ઘટના સામે આવી છે. આ બનાવ સામે આવતા મહિલાએ સાઇબર ક્રાઇમમાં (cyber crime) ફરિયાદ નોંધાવી છે.

સુરતનાં ભાઠેના વિસ્તારમાં રહેતા 45 વર્ષીય બ્યુટીશિયન મહિલાનાં નામે કોઇક વ્યક્તિએ ફેસબુક પર ફેક આઇડી બનાવ્યું હતું. જેમાંથી તેની મહિલા મિત્રોને વીડિયો કોલ દ્વારા ગુપ્ત ભાગ બતાવીને હેરાન કરવામાં આવતી હતી. આ દરમિયાન બ્યુટીશિયન પોતાના પતિ સાથે વૈશ્ણવદેવીનાં દર્શન કરવા ગયા હતાં. ત્યારે જ તેમની મિત્રનો ફોન આવ્યો અને પૂછ્યું હતું કે, 'ફેસબુક પર તે કોઇ અન્ય એકાઉન્ટ બનાવ્યું છે?' જેમાં મહિલાએ ના પાડી હતી.

આ પણ વાંચો : વલસાડ : પોલીસ કર્મીએ પત્નીનાં પૂર્વ પ્રેમીને બોલાવી, નગ્ન કરી માર્યો માર

એક જાન્યુઆરીનાં રોજ આ મહિલા સુરત પરત આવ્યાં હતાં. જે બાદ તેમની મિત્રએ આ આખી વાત તેમને જણાવી હતી અને એક સ્ક્રિન શોટ લીધો હતો તે પણ બતાવ્યો હતો. આ ફેક ફેસબુક અકાઉન્ટમાં પ્રોફાઇલ પિક્ચરમાં મહિલાની તસવીર હતી જ્યારે કવરમાં મહિલાનો પતિ સાથેની તસવીર રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : મમતા મરી પરવારી? મોઢેરા પાસે નર્મદા કેનાલમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું

જેથી આ મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ફરિયાદનાં આધારે ગુનો નોંધીને અજાણ્યા વ્યક્તિને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ વીડિયો પણ જુઓ : 

 
First published: March 15, 2020, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading