દાદાગીરી: નશામાં ધૂત પોલીસે ત્રણ યુવકોને ઢોર માર મારી પડાવ્યા રૂપિયા, Video વાયરલ

News18 Gujarati
Updated: January 19, 2019, 8:48 PM IST
દાદાગીરી: નશામાં ધૂત પોલીસે ત્રણ યુવકોને ઢોર માર મારી પડાવ્યા રૂપિયા, Video વાયરલ
પ્રતિકાત્મક તસવીર

નશામાં ચાખટા બની ત્રણેય યુવકોને ઢોરમાર માર્યો. ત્યારબાદ માંગ્યા દસ હજાર રૂપિયા, કહ્યું રૂપિયા આપો નહીં તો કઢાવતા આવડે છે

  • Share this:
સુરતના અઠવા વિસ્તારમાં પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા નહીં પરંતુ તોડબાજી કરવા માટે જ રાખી હોય તેવો ઘાટ સર્જાયો છે. રાહદારીઓને ગમે ત્યારે રોકી માર મારવો અને યેનકેન પ્રકારે રૂપિયા પડવવા જાણે કે પોલીસ માટે રમત વાત થઇ ગઇ છે.. અઠવા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ વખતે કંઇક આવો જ કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અઠવા વિસ્તારમાં નશામાં ધૂત પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો. જેમાં પોલીસ મહાશયે પહેલા તો રાહદારી પર રોફ બતાવ્યો. નશામાં ચાખટા બની ત્રણેય યુવકોને ઢોરમાર માર્યો. ત્યારબાદ માંગ્યા દસ હજાર રૂપિયા, કહ્યું રૂપિયા આપો નહીં તો કઢાવતા આવડે છે. ખાખીનો રોફમાં યુવકોએ માર પણ ખાધો અને લાચર બની રૂપિયા પણ ખવડાવ્યા.

પોલીસ કર્મી વીડિયોમાં સ્પષ્ટ કહે છે કે, આ રૂપિયા હોમગાર્ડના જવાન માટે લઇએ છીએ. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, વીડિયોમાં ગંદી ગાળો પણ હોવાથી અમે તમને વીડિયો બતાવી શકીએ તેમ નથી.

અહીં સવાલ એ છે કે શું રૂપિયા ઉઘરાવવા નાઇટ પેટ્રોલિંગ કરાવાય છે. વાહનોને ચેકિંગ કરી ઉલટ તપાસ કરવાને બદલે રૂપિયાનો તોડ કરવો કેટલો યોગ્ય. શું પોલીસને દારૂ પીને નોકરી કરવાનો પરવાનો અપાયો છે. કેમ આવા નશાબાજ પોલીસ કર્મી સામે પગલા નથી લેવાતા. રાહદારીઓને બેફામ માર મારવાનો પોલીસને પરવાનો આપ્યો છે. સુરતમાં ગુનાખોરીને ડામવાને બદલે આવા પોલીસકર્મીઓ લોકોમાં હાવ ઉભો કરી રહી છે.
First published: January 19, 2019, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading