નવસારી : સામાન્ય ઝઘડામાં મિત્રની પત્ની અને માતાની મોર્ફ કરેલી અશ્લીલ તસવીરો ફેસબુક પર મૂકી દીધી


Updated: December 18, 2019, 3:52 PM IST
નવસારી : સામાન્ય ઝઘડામાં મિત્રની પત્ની અને માતાની મોર્ફ કરેલી અશ્લીલ તસવીરો ફેસબુક પર મૂકી દીધી
પકડાયેલા ત્રણેય આરોપી.

ત્રણ જુવાનીયાઓએ સેક્સ બૉમ્બ ગણાતી મહિલાની તસવીર સાથે ચેડા કરીને તેના મોઢા પર પ્રતિષ્ઠિત ઘરની મહિલાઓના ચેરહેરા લગાવી દીધા હતા.

  • Share this:
સુરત : સોશિયલ મીડિયાના ઊંધા રવાડે ચડેલા યુવાનો અંગત અદાવતમાં કોઈને આબરૂની પરવા કર્યા વગર ક્યારેક ન કરવાનું કરી નાખતા હોય છે. આવો જ એક કિસ્સો પોલીસના ધ્યાનમાં આવ્યો છે. આ મામલે એલસીબીએ ત્રણ યુવકોની ધરપકડ કરી છે. આ ત્રણેય ઇસમોએ પ્રતિષ્ઠિત મહિલાઓની તસવીરોને મોર્ફ કરીને તેમની તસવીરો ફેસબુક પર મૂકી દીધી હતી. યુવકોએ નગ્ન તસવીરો ઉપર પ્રતિષ્ઠિત મહિલાઓનાં મોઢા ગોઠવી દીધા હતા. આ મામલે એલસીબીએ નવસારી જિલ્લાના વિજલપોરના ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા ત્રણેય શખ્સોએ તેના એક મિત્રની માતા અને તેની પત્નીની જ મોર્ફ કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં મૂકી દીધી હતી.

નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરના ત્રણ જુવાનીયાઓએ સેક્સ બૉમ્બ ગણાતી મહિલાની તસવીર સાથે ચેડા કરીને તેના મોઢા પર પ્રતિષ્ઠિત ઘરની મહિલાઓના ચેરહેરા લગાવી દીધા હતા. જે બાદમાં આ નગ્ન તસવીરો ફેસબુક પર મૂકી દેતા પીડિત મહિલાઓના પરિવારના માથે મોટી આફત આવી હતી. આ મામલો ધ્યાનમાં આવ્યા બાદ પરિવારે મહિના સુધી તપાસ આદરી હતી. તપાસમાં માલુમ પડ્યું હતું કે આવું કૃત્ય કરનાર તેમના મિત્રો જ છે. શરૂઆતમાં પરિવારે બદનામીના ડરે ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ પોલીસની સમજાવટ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ત્રણેય યુવકોએ એક મિત્રના નામે ફૅક ફેસબુક એકાઉન્ટ બનાવીને આ કાંડ રચ્યો હતો. આ મામલો પીડિત પરિવારોના ધ્યાને આવતા તેમણે ફરિયાદ દાખલ કરી હતી. જે બાદમાં તપાસનો દર શરૂ કરીને સાઇબર નિષ્ણાતોએ ઘટનાને અંજામ આપનાર ત્રણેય યુવકોને પકડી પાડ્યા હતા.

સામાન્ય ઝઘડામાં બદલો લેવા આવો કાંડ રચ્યો

ધરપકડ કરવામાં આવેલા બે યુવકો પીડિત મહિલાના પાડોશમાં જ રહે છે. યુવકો અને પીડિત પરિવાર વચ્ચે કોઈ સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. આથી પરિવારને બદનામ કરવાના ઈરાદા સાથે યુવકોએ આવું કૃત્ય કર્યું હતું. આ માટે બંને યુવકોએ તેના એક મિત્રની મદદ લીધી હતી અને ફૅક એકાઉન્ટ બનાવ્યું હતું. પોલીસે યુવકોની ધરપકડની સાથે સાથે ગુનો આચરવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન પણ કબજે લીધા હતા.

બીજી તરફ એવી પણ લોકો માગણી ઉઠી છે કે કોઈ બહેન-દીકરી કે કોઈની ઈજ્જત પર પાણી ફેરવવાથી કેવી પીડા થાય તેનું ભાન પકડવામાં આવેલા આ યુવકોને કરાવવામાં આવે. એટલું જ નહીં ભવિષ્યમાં તેઓ આ પ્રકારનું કોઈ કૃત્ય ન કરે તે માટે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
First published: December 18, 2019, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading