સુરત: શહેરમાં પતિ-પત્ની અને વોનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાને જ્યારે ખબર પડી કે, પોતાનો પતિ ગે છે તો તેના હોશ ઉડી ગયા. આખરે પતિ અને સાસરીયાથી કંટાળેલી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી પોતાની આપવીતી કહી હતી. પોલીસ પણ એક સમયે તેની ફરિયાદ સાંભળી ચોંકી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાના લગ્ન 2017માં નવાપુરમાં રહેતા એક યુવક સાથે થયા હતા. પરિણીતાના પિતાની આર્થિક સ્થિતિ વધારે સારી ન હોવાથી પિતાએ કરિયાવરમાં પોતાની યથાશક્તિ મુજબ વાસણો અને ડ્રાયફ્રૂટ વગેરે પરિણીતાને આપ્યા હતા. જોકે, દહેજના ભૂખ્યા સાસરીયાઓએ લગ્નના બીજા જ દિવસથી પરિણીતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું.
મહત્વની વાત એ છે કે, લગ્નના ત્રણ વર્ષ વિતી ગયા હોવા છતા પતિ પરિણીતા સાથે ઊંઘતો ન હતો અને પોતાની માતા સાથે સુઈ જતો હતો. આ મામલે જ્યારે પણ પરિણીતા પોતાના પતિને વાત કરે તો તે પોતાની માતા બિમાર હોવાથી તેમની સાથે ઊંઘવું જરૂરી છે તેમ કહી વાત ટાળી દેતો અથવા મારઝુડ કરતો. આખરે એક દિવસ પત્નીના હાથમાં પતિનો મોબાઈલ આવી ગયો અને તેણે વોટ્સઅપ વેબ દ્વારા મોબાઈલ કનેક્ટ કરીને જોયો તો, તેની સામે જે સચ્ચાઈ આવી તે જોઈને તેના હોશ જ ઉડી ગયા. પરિણીતાને ખબર પડી કે, પોતાનો પતિ તો 'ગે' છે. પતિને અન્ય પુરૂષો સાથે સંબંધો છે.
પરિણીતાની ફરિયાદ અનુસાર સાસરીયા દ્વારા વારંવાર દહેજને લઈ માનસીક ત્રાસ આપવામાં આવતા પિતાએ 15 હજારની બાદમાં એફડી કરાવી આપી હતી. પરિણીતાને બાળક ન રહેવાને મામલે સાસુ-સસરા રોજ મેણા-ટોણા મારતા હતા. નણંદ નમદોઈ પણ કોઈને કોઈ વાતે ભૂલો કાઢી મેણા-ટોણા મારતા હતા. ગત વર્ષે સાસુ દ્વારા માથાનો ચાલ્લો ભૂસી નાખવામાં આવ્યો હતો, અને ચાંદલો ઉખાડી ફેંકી દીધો હતો, આ વાતનું ખુબ લાગી આવ્યું હતું પરંતુ ઘરસંસાર સાચવવા માટે તે રોજ સહન કરતી રહેતી અને તેઓ ત્રાસ આપતા રહેતા. જોકે, પરિણીતાને જ્યારે ખબર પડી કે પોતાનો પતિ ગે છે અને તેને અન્ય પુરૂષો સાથે સંબધ છે. તેની મેડિકલ સ્થિતિ સારી ન હોવાથી બાળક નથી રહેતું. આખરે પરિણીતાએ હિમ્મત સાસરીયા વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર