સુરત: પાંડેસરામાંથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, પિતાનો મિત્ર જ અપહરણ કરી ગયો

સુરત: પાંડેસરામાંથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, પિતાનો મિત્ર જ અપહરણ કરી ગયો
પાંડેસરા પોલીસ સ્ટેશન.

ત્રણ વર્ષની બાળકીના અપહરણની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ, પોલીસ અલગ અલગ ત્રણ ટીમ બનાવી શોધખોળ આદરી.

  • Share this:
સુરત: શહેરના પાંડેસરા વિસ્તાર (Surat Pandesara area)માં રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની દીકરીનું તેના પિતાના એક મિત્રએ જ કપડાં આપવાના બહાને અપહરણ (Kidnapping) કરી લીધું છે. આ બનાવ બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. આ કેસમાં ચાર દિવસ બાદ પોલીસ (Surat police) ફરિયાદ કરાતા પોલીસે બાળકીને શોધી કાઢવા માટે ચાર ટીમ કામે લગાડી છે.

સુરતમાં નાની બાળાઓ સાથે છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓ સતત બની રહે છે. આથી બાળકીઓની સુરક્ષાને લઈને પોલીસ સતર્ક બની છે. શહેરમાં ફરી એકવાર ત્રણ વર્ષની બાળકીના અપહરણની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ છે. સુરતના પાંડેસરા-વાલક રોડ પર રહેતા પરપ્રાંતીય પરિવારનો ઇમ્તિયાઝ તા. 13ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે ગયો હતો. અહીં તેને તેનો એક મિત્ર સંજય મળી ગયો હતો. ઇમ્તિયાઝ તેને પોતાના ઘરે જમવા માટે લઇ ગયો હતો. ઇમ્તિયાઝ અને સંજય પહેલા સાથે કામ કરતા હતા.



આ પણ વાંચો: પોલીસે માસ્કનો દંડ માંગતા યુવક-યુવતીએ કહ્યું- 'ઓફિસ જવામાં મોડું થાય છે, દંડના પૈસા નથી'

બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઇમ્તિયાઝ, તેની પત્ની નિશાન અને બે સંતાન તેમજ સંજય બેગમપુરા મોતી ટોકિઝ ખાતે કપડાં ખરીદવા ગયા હતા. તમામ લોકો સાંજે છ વાગ્યે પરત ઘરે આવ્યા હતા. ઇમ્તિયાઝની પત્ની જમવાનું બનાવી રહી હતી ત્યારે ઇમ્તિયાઝની પુત્રી અને પુત્રને સંજય બજારમાં ફેરવવા લઇ ગયો હતો. જોકે, ગણતરીની મિનિટોમાં પુત્ર પરત આવ્યો હતો પણ પુત્રી પરત નહીં આવતા પરિવારને શંકા પડી હતી. ઇમ્તિયાઝના પુત્રએ સંજય તેની બહેનને સાથે લઈ ગયાનું જણાવ્યું હતું.

સંજય પરત નહીં આવતા પરિવારે સ્થાનિક વિસ્તારો ઉપરાંત વાલક રોડ પર ભરાતા બજારમાં શોધખોળ કરી હતી. પરંતુ ત્રણ વર્ષની બાળકીનો ક્યાંય પત્તો નહીં મળતા છેવટે ગતરોજ આ પરિવારે બનાવ અંગે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તસવીરો જુઓ: સુરતમાં કાળમુખા ટ્રકે બાળકી સહિત 15 લોકોનો ભોગ લીધો, રાત્રે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે

પોલીસે છેલ્લા પાંચ દિવસથી ગુમ ત્રણ વર્ષની માસૂમ બાળાની શોધખોળ માટે અલગ-અલગ ચાર ટીમ બનાવી સ્થાનિક વિસ્તાર ઉપરાંત તેઓ જ્યાં કપડાંની ખરીદી કરવા ગયા હતા તે બેગમપુરા-મોતી ટોકિઝ વિસ્તાર અને દિલ્લી ગેટ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યુ છે. ઇમ્તિયાઝ પાસે સંજયનો મોબાઇલ નંબર અને પુત્રીનો ફોટો પણ ન હોવાથી પોલીસ મૂંઝવણમાં મૂકાઇ છે.
Published by:Vinod Zankhaliya
First published:January 19, 2021, 09:23 am

ટૉપ ન્યૂઝ