સુરત: મહિધરપુરાથી ત્રણ હાઈટેક સટોડિયાઓ ઝડપાયા

News18 Gujarati
Updated: February 23, 2018, 9:31 PM IST
સુરત: મહિધરપુરાથી ત્રણ હાઈટેક સટોડિયાઓ ઝડપાયા
પોલીસ પણ ચોકી ઉઠી હતી. જી હા કારણ કે આ ત્રણેય ઈસમો એક ડિવાઇસનો ઉપયોગ કરી સટ્ટો રમાડતા હતા...

પોલીસ પણ ચોકી ઉઠી હતી. જી હા કારણ કે આ ત્રણેય ઈસમો એક ડિવાઇસનો ઉપયોગ કરી સટ્ટો રમાડતા હતા...

  • Share this:
આધુનિક યુગની સાથે હવે લોકો પણ આધુનિક બન્યા છે અને આની સાથે સાથે હવે સટ્ટોડીયાઓ પણ આધુનિક બન્યા છે. સુરતની મહિધરપુરા પોલીસે આવા જ ત્રણ હાઈટેક સટોડિયાઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે આ સટ્ટોડિયાઓ એક ડિવાઇસના આધારે ગ્રાહકોનો સંપર્ક સાંધતા હતા અને તેઓને સટ્ટો રમાડતા હતા.

પોલીસની પકડમાં આવેલ આ ઇસમોના નામ છે. કમલેશ સેવંતીલાલ દોશી, કલ્પેશ હસમુખભાઈ દિયોરા, અને રાજુભાઈ મોહનભાઈ પટેલ આ ત્રણેય ઈસમો લાલદરવાજા મોરલી રેસીડેન્સીમાં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા હતા તો બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દરોડો પાડી ત્રણેય સટ્ટોડિયાઓને ઝડપી પાડ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા 83,200 તથા 18 નંગ મોબાઈફોન જેની કિંમત રૂપિયા 62 હજાર, 200 તથા સફેદ કલરની મોબાઈલ કનેકટેડ પેટી સહિતનો મુદ્દામાલ મળી કુલ 2 લાખની મત્તા કબ્જે કરી હતી પરંતુ અન્ય સાધનો જોઈ ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. જી હા કારણ કે આ ત્રણેય ઈસમો એક ડિવાઇસનો ઉપયોગ કરી સટ્ટો રમાડતા હતા.

મહિધરપુરા પી.આઈ. આર.એન. પટેલે જણાવ્યું કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 20 ટી 20 મેચ તેવામાં બાતમી મળી હતી કે કેટલાક ઈસમ મેચ પર સટ્ટો રમાડે છે. આ બાતમીના આધારે દરોડા પાડવામાં આવીયો હતો. જેમાં 18 મોબાઈલ અને એક ડિવાઈજ પણ કબજે કરવામાં આવ્યુ છે. 2 લાખનો મૂળ માલ કબજે કરવામાં આવ્યો છે, તે ઉપરાંત એક નવું ડિવાઈસ પણ મળી આવ્યુ છે.

હાલ પોલીસે સટ્ટોડિયાઓની ધરપકડ કરી સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી લીધો છે અને આ ઘટનામાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની તાપસ હાથ ધરી છે.
First published: February 23, 2018, 9:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading