સુરત : કોરોના સામે લડવા માટે ત્રણ દીકરીઓએ પોતાની બચતના 30 હજાર રૂપિયા દાનમાં આપ્યા

News18 Gujarati
Updated: April 6, 2020, 11:30 AM IST
સુરત : કોરોના સામે લડવા માટે ત્રણ દીકરીઓએ પોતાની બચતના 30 હજાર રૂપિયા દાનમાં આપ્યા
ત્રણેય દીકરીઓએ પોતાના બચતના પૈસા દાનમાં આપ્યાં.

સુરતની ત્રણેય દીકરીઓએ સચિવ વિસ્તારના પોલીસકર્મીને તિલક કરીને રૂપિયા 30 હજાર ભરેલું પીગી બેંક આપી દીધું.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)નો કહેર અત્ર-તત્ર-સર્વત્ર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અનેક લોકોએ દાનની ગંગા વહેડાવી છે. જેમાં સુરત (Surat City) શહેરમાં રવિવારે એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. નાની દીકરીઓએ પોતાનાં ગુલ્લકમાં જમા કરેલાં રૂપિયાને કોરોના વાયરસ અનુસંધાને દાન (Donation) તરીકે સચિન પોલીસ (Sachin Police) ઇન્સ્પેક્ટર એન.એ. દેસાઈને આપી સેવાની સુગંધ ફેલાવી દીધી છે.

લૉકડાઉન બાદ અનેક સેવાકીય સંસ્થાઓ સહિત નેતા-અભિનેતાઓ સહિત અનેક લોકોએ દાનની ગંગા રોકડ તેમજ અનાજની કિટ સ્વરૂપે વહાવી છે. પરંતુ આજે જે અહીં સમાચાર પ્રસિદ્ધ કરાઈ રહ્યા છે તેમાં ન્યૂઝ 18 ગુજરાતી પણ આનોખું દાન આપનારી દીકરીઓ માટે ગર્વની લાગણી અનુભવે છે. ધન્ય છે આ દીકરીઓનાં માતા-પિતાને જેઓએ તેમના સંતાનોમાં આવા સંસ્કારોનું સિંચન કર્યું છે.

આ પણ વાંચો : રાજકોટમાં 75 વર્ષનાં વૃદ્ધાએ કોરોનાને હરાવી કહ્યું,'ભય ગયો અને ભરોસો વધ્યો'

રવિવારે સાંજે સચિન વિસ્તારના આ પરિવારની દીકરીઓ પૈકી કાવ્યા વિમલભાઈ પટેલ (ઉ. 8 વર્ષ), ધાન્વી સુનિલભાઈ કામાણી (ઉ. 7 વર્ષ), દ્વિતી વિમલભાઈ કામાણી (ઉ. 4 વર્ષ)એ સાથે મળીને પોતાનાં ગુલ્લકમાં જમા થયેલી ધનરાશિ રૂપિયા 30 હજાર એકત્ર કરી સચિન પોલીસ મથકનાં પી.આઈ. એન.એ. દેસાઈને કુમકુમ તિલક કરી દાન તરીકે આપ્યાં હતાં.આ પણ વાંચો : રવિવારે 20 પોઝિટિવ કેસ સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 128 કેસ 

પોલીસે નાની દીકરીઓએ આપેલી આ ધનરાશીને સન્માન સહિત સ્વીકારી હતી. દીકરીઓએ પોતાના પીગી બેંકની રકમ આપતા પહેલા પી.આઇ.નું કુમકુમ ચંદનથી તીલક કરી સન્માન કર્યું હતું. આ કપરી પરિસ્થિતિમાં અડીખમ ઉભા રહીને કામ કરવા બદલ દીકરીઓએ પોલીસ ઇન્સ્પેક્ટરને અભિનંદન પણ પાઠવ્યા હતા. ત્યાર બાદ દીકરીઓએ પોતાની પાસેની પીગી બેન્ક પોલીસ અધિકારીના હાથમા આપી દીધી હતી અને કહ્યું હતું કે કોરોના માટે દાન સ્વીકાર કરજો.

First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading