સુરતઃ ડુમસના દરિયામાં બે યુવતી સહિત ત્રણ ડૂબ્યા, કિશોરનું મોત

News18 Gujarati
Updated: July 28, 2019, 7:07 PM IST
સુરતઃ ડુમસના દરિયામાં બે યુવતી સહિત ત્રણ ડૂબ્યા, કિશોરનું મોત
મૃતકની તસવીર

સુરતમાં આવેલા ડુમસના દરિયાાં બે યુવતીઓ સહિત ત્રણ લોકો ડૂબ્યા હતા. જોકે, સ્થાનિક લોકો અને તરવૈયાઓની મદદથી એક યુવતી અને યુવકને બહાર કાઢવામાં આવ્યા હતા.

  • Share this:
કિર્તેશ પટેલઃ સુરતમાં આવેલા ડુમસના દરિયાાં બે યુવતીઓ સહિત ત્રણ લોકો ડૂબ્યા હતા. જોકે, સ્થાનિક લોકો અને તરવૈયાઓની મદદથી એક યુવતી અને યુવકને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, એક યુવતી દરિયામાં ગુમ છે. ઘટનાની જાણ થતાં લોકોની ભીડ ભેગી થઇ હતી. અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાંથી યુવકનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે આજે રવિવાર હોવાથી ડુમના દરિયા કિનારા ઉપર સહેલાણીઓની મોડી સંખ્યામાં ઉમટ્યા હતા. આ સ્થિતિ વચ્ચે એક યુવક અને બે યુવતીઓ દરિયામાં ન્હાવા પડ્યા હતા. જોકે, અચાનક ત્રણ લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા.

આ જોતો સ્થાનિક લોકોએ બુમાબુમ કરી મુકતા સ્થાનિક તરવૈયાઓએ યુવક અને યુવતીને બહાર કાઢ્યા હતા. જોકે, અન્ય એક યુવતી દરિયામાં ગુમ થઇ ગઇ હતી. સાથે સાથે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરની ટીમ ડુમસ દરિયા કિનારે પહોંચી હતી. અને ગુમ યુવતીને શોધવાની કામગીરી હાથધરી હતી. આ ઉપરાંત પોલીસને પણ જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચોઃ-દમણ : સરકારી તળાવમાંથી પાણી ચોરવાના કેસમાં પૂર્વ સાંસદ ડાહ્યા પટેલ સામે ફરિયાદ

મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પરિવારના લોકો પણ પહોંચ્યા હતા. પોતાના પુત્રના અચાનક થયેલા મોતથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું.

મળતી માહિતી પ્રમાણે આ ત્રણ બાળકો દરિયા કિનારાથી એક કિલોમિટર દૂર ન્હાવા માટે ગયા હતા. જેના પગલે આ કરુણ ઘટના બની.
First published: July 28, 2019, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading