Home /News /south-gujarat /

સુરતઃ ચોરીના આક્ષેપ સાથે બે કિશોરને અર્ધ મુંડન કરી ફેરવ્યા

સુરતઃ ચોરીના આક્ષેપ સાથે બે કિશોરને અર્ધ મુંડન કરી ફેરવ્યા

વાયલત વીડિયોની તસવીર

સુરતના લિંબાયત વિસ્તારમાં બે કિશોરનું અડધું મુંડન કરીને ફેરવવાની ઘટના બની છે.

    કિર્તેષ પટેલ, સુરતઃ સુરતના લિંબાયત વિસ્તારમાં બે કિશોરનું અડધું મુંડન કરીને ફેરવવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. બંને કિશોરો ઉપર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. કિશોરો ઉપર અત્યાચાર કરનાર આરોપીઓ પૈકી એક આરોપી રીઢો ગુનેગાર હોવાનું પણ બહાર આવ્યું છે. લિંબાયત પોલીસે આ અંગે સામાન્ય કલમો હેઠળ ધપકડ કરી અને જામીન આપતા અને સવાલો ઊભા થયા છે.

    મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો સુરતના લિંબાયત વિસ્તારનો હોવાનું માલુમ થાય છે. ત્રણ શખસોએ બે કિશોરોને ચોરીના આક્ષેપ સાથે અડધું મુંડન કરાવીને ફેરવ્યા હતા. આ ઘટના ગત 30મીએ બની હોવાનું પણ જાણવા મળ્યું છે.

    આ પણ વાંચોઃ-સુરતના 76 વર્ષના હીરો : સત્રના પ્રથમ દિવસે શાળામાં લાગેલી આગને કર્મીએ બુઝાવી

    સુત્રોના જણાવ્યા પ્રમાણે બે કિશોરો પૈકી એક કિશોરની બહેને બળાત્કારની ફરિયાદ નોંધાવી હોવી હતી. જ્યારે કિશોરો ઉપર અત્યાચાર ગુજારનાર ત્રણ શખસો પૈકી એક યુવક રીઢો ગુનેગાર પણ છે. તો એક યુવક NCPનો કાર્યકર્તા હોવાનું પણ જાણવા મળ્યું છે.

    નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વીડિયો લિંબાયત પોલીસને જાણ થતાં આરોપીઓની સામાન્ય કલમો લગાવીને ધરપકડ કરી હતી. અને ત્યારબાદ પોલીસ સ્ટેશનથી જ જામીન આપતા અનેક સવાલો ઊભા થાય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Limbayat police, Minor boy, Theft accused, દક્ષિણ ગુજરાત, વાયરલ વીડિયો, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन