કમલેશ તિવારી હત્યા કેસ : સુરતનાં ત્રણેય આરોપીઓની કરાવી મેડિકલ તપાસ, હવે લઇ જવાશે UP

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે તેમના ઘરે બનાવવામાં આવેલા કાર્યાલયમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી.

News18 Gujarati
Updated: October 20, 2019, 3:22 PM IST
કમલેશ તિવારી હત્યા કેસ : સુરતનાં ત્રણેય આરોપીઓની કરાવી મેડિકલ તપાસ, હવે લઇ જવાશે UP
કમલેશ તિવારી ફાઈલ ફોટો
News18 Gujarati
Updated: October 20, 2019, 3:22 PM IST
નવીન ઝા, અમદાવાદ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે તેમના ઘરે બનાવવામાં આવેલા કાર્યાલયમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ હત્યા કેસની ગુત્થીને પોલીસે 24 કલાકની અંદર ઉકેલી લેતા 3 આરોપીઓની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચ અને ATSએ કુલ 3 લોકોની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓને અમદાવાદ લવાયા છે. જેમાં સુરતમાંથી રસીદ પઠાણ, ફૈઝાન પઠાણ તથા મૌલવી મોહસીન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેવનું આજે મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. જે બાદ હવે ત્રણેવને ઉત્તરપ્રદેશ લઇ જવામાં આવશે.

આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા

સુરતના ઉધના વિસ્તારની ધરતી ફરસાણની દુકાનના બોક્સમાં હથિયારો છુપાવી કમલેશ તિવારીની હત્યા કરનાર હત્યારાઓ પૈકી ફૈઝાન યુનુસ છીપા મીઠાઇ ખરીદવા માટે ધરતી ફરસાણમાં ગયો હતો અને તેના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ ફૂટેજના આધારે જ ગુજરાત ATS ને હત્યારાઓ સુધી પહોંચવામાં મદદ મળી હતી. બે માસ પહેલા દુબઈથી સુરત આવેલો રશીદ પઠાણ જ દોઢ માસથી હત્યાનું પ્લાનિંગ કરતો હતો. પ્રાથમિક માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે રશીદના બે ભાઇઓ પૈકી એક શાહિદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે તેનો બીજો ભાઈ ફરીદ ફરાર થઈ ગયો હોય તેને શોધવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો : કમલેશ તિવારી હત્યા : સુરતનો રશીદ પઠાણ માસ્ટર માઇન્ડ, ષડયંત્ર પણ સુરતમાં જ ઘડાયું હતું

ગૂગલ મેપની મદદ

પોલીસ મુજબ, ચારબાગ રેલવે સ્ટેશનથી કમલેશના ઘરનું સરનામું પૂછતાં બંને હત્યારા ગણેશગંજ પહોંચ્યા હતા. બંને હત્યારાઓનું લોકેશન હરદોઈથી મુરાદાબાદ થઈને ગાજિયાબાદમાં મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હત્યારાઓએ ગૂગલની મદદથી કમલેશ તિવારની જાણકારી એકત્ર કરી. ગૂગલ મેપથી કમલેશ તિવારીનું લોકેશન શોધીને હત્યારા ખુર્શેદબાગ પહોંચ્યા.
First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...