હિન્દુ સમાજ પાર્ટીનાં કમલેશ તિવારીની હત્યામાં સુરતથી 3 લોકોની ધરપકડ, હત્યાનું કારણ આવ્યું સામે

News18 Gujarati
Updated: October 19, 2019, 11:20 AM IST
હિન્દુ સમાજ પાર્ટીનાં કમલેશ તિવારીની હત્યામાં સુરતથી 3 લોકોની ધરપકડ, હત્યાનું કારણ આવ્યું સામે
ધરપકડ કરનારા સીસીટીવીમાં કેદ થયા.

મૌલવી મોહસીન શેખ, શહેજાદ પઠાણ અને રશીદ પઠાણની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. હવે આ હત્યાની તપાસ એનઆઈએને સોંપી શકાય છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : ઉત્તરપ્રદેશના (UP) લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની (Kamlesh Tiwari) ચાકુ મારીને હત્યામાં (murder) સુરતનું (Surat) કનેક્શન સામે આવ્યું છે. આ કેસમાં ગુજરાત એટીએસએ સુરતમાંથી 3 લોકોની ધરપકડ કરી છે. રસીદ પઠાણ, ફૈઝાન પઠાણ, મૌલવી મોહસીન શેખની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ લોકોએ હત્યા માટે સુરતમાંથી જ પિસ્તોલ ખરીદી હતી. હવે આ હત્યાની તપાસ એનઆઈએને સોંપી શકાય છે. મહત્વનું છે કે સુરતમાં પકડાયેલા બે આતંકી ઉમેદ અને કાસીમે આઈએસઆઈએસે તિવારીને મારવાની ધમકી આપી હોવાનું તે સમયે એટીએસને જણાવ્યું હતું. ગુજરાત એટીએસ ઉત્તરપ્રદેશ પોલીસના સંપર્કમાં છ અને જરૂર પડશે તો હાલમાં સાબરમતી જેલમાં બંધ બન્ને આતંકીઓની પૂછપરછ પણ કરશે.

કેમ કરી હત્યા?

આ મામલે મળતી માહિતી પ્રમાણે, કમલેશ તિવારીએ વર્ષ 2015માં મોહમ્મદ પયગંબર વિરુદ્ધમાં અપશબ્દો બોલ્યાં હતાં. ત્યારથી આ લોકોએ મગજમાં તેમની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ સુરતનાં ત્રણ લોકો મૌલવી મોહસીન શેખ, શહેજાદ પઠાણ અને રશીદ પઠાણ અને ફાયરિંગ કરનાર અસફાક શેખ તથા અન્ય એક વ્યક્તિ એટલે કુલ પાંચ લોકો ભેગા થઇને આ હત્યાનું કાવતરૂં ઘડી રહ્યાં હતાં. જેમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે જ્યારે શાર્પ શૂટર અસફાક શેખ અને અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચો : હત્યાના એક દિવસ પહેલા કમલેશ તિવારીએ ટ્વિટર પર શેર કરી હતી 16 મસ્જિદોની યાદી

કેવી રીતે કર્યો હુમલો ?

ઉત્તર પ્રદેશનાં લખનઉમાં હિંદુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ અને હિન્દૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા મામલે સુરત કનેક્શન સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે લખનઉમાં કમલેશ તિવારીની હત્યામાં વપરાયેલા હથિયારો મીઠાઈના એક બોક્સમાં લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. લખનઉમાં થયેલી હત્યા અંગે સુરત કનેકશન નીકળતા સુરત પોલીસ આ હત્યાને લઈને સક્રિય થઈ ગઈ છે અને જે દુકાનનું મીઠાઇનું બોક્સ હતું તે દુકાને સુરત પોલીસે ધામા નાખી તપાસનો દોર શરૂ કર્યો છે. સુરતના ઉધના ત્રણ નંબર રોડ પર આવેલી ધરતી મીઠાઈ એન્ડ નમકીનની દુકાનના 16 ઓક્ટોબરના તમામ સીસીટીવી ફુટેજ હાથવગે કરી તપાસ શરૂ કરી છે.
First published: October 19, 2019, 10:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading