સુરતમાં corona ફેલાવાનો ખતરો વધ્યો, હોમ આઈસોલેશનના નિયમો ભંગ કરી 62 વ્યક્તિ રફૂચક્કર


Updated: September 13, 2020, 6:56 PM IST
સુરતમાં corona ફેલાવાનો ખતરો વધ્યો, હોમ આઈસોલેશનના નિયમો ભંગ કરી 62 વ્યક્તિ રફૂચક્કર
પ્રતિકાત્મક તસવીર

વિવિધ ઝોનમાં 41 પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલ 434 ફેમિલી અને સોશિયલ વ્યક્તિઓને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા.

  • Share this:
સુરતઃ વૈશ્વિક મહામારી કોરોના વાયરસને (coronavirus) અંકુશમાં લેવા માટે મનપા દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. પોઝિટિવ કેસના દર્દીના સંપર્કમાં (corona patient) આવેલા વ્યક્તિને હોમ આઈસોલેશન (Home isolation) કરવામાં આવે છે. વિવિધ ઝોનમાં 41 પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલ 434 ફેમિલી અને સોશિયલ વ્યક્તિઓને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા. 372 વ્યક્તિઓએ નિયમોનું પાલન કર્યું હતું જ્યારે 62 વ્યક્તિઓએ નિયમોનો ભંગ કર્યાનું અને બેદરકારી દાખવી હોવાનું બહાર આવ્યું છે પાલિકા દ્વારા આવા વ્યક્તિઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે ભંગ કરનારની સામે એપેડેમીક ડિસીઝ એકટ હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

કોરોના સંક્રમિત કેસોની ચેનલ તોડવા માટે તંત્ર દ્વારા આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યું છે પોઝિટિવ આવેલા કેસોમાં ફેમિલી અને સોશિયલ કોન્ટેક્ટ માં આવેલ વ્યક્તિઓને હોમ આઈસોલેશન કરવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ ઝોન માં ૬ પોઝિટિવ કેસ ના સંપર્ક માં આવેલ 75 વ્યક્તિને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા જેમાં 3 વ્યક્તિએ હોમ આઈસોલેશનનો ભંગ કર્યો છે.

વરાછા એ. ઝોનમાં 5 પોઝિટિવ કેસમાં સંપર્કમાં આવેલ 44ને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા. 10 તેઓએ ભંગ કર્યો હતો. વરાછા બી. ઝોનમાં ૫ પોઝિટિવ કેસમાં સંપર્કમાં આવેલ 44 વ્યક્તિને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા. 9 વ્યક્તિઓ નિયમનો ભંગ કરતાં માલૂમ પડયા હતા. કતારગામ ઝોનમાં સૌથી વધુ લોકોએ હોમ આઈસોલેશન નો ભંગ કર્યો છે. પાંચ પોઝિટિવ કેસમાં 77ને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા 17 વ્યક્તિ ભંગ કરતા ઝડપાયા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો, બળજબરી શરીર સંબંધ બાંધનાર 'મંગેતર' સામે ફરિયાદ

રાંદેર ઝોનમાં 5 પોઝિટિવ કેસમાં 28 હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા 2 વ્યક્તિઓએ નિયમોનો ભંગ કર્યો છે. ઉધના ઝોનમાં પાંચ પોઝિટિવ કેસમાં 37 હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા. નિયમોનો ભંગ કરતા 3 વ્યક્તિઓ ઝડપાયા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યાઆ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ એક ઘટનામાં પતિ-પત્નીનું થયું મોત, પોસ્ટમોર્ટમ થયું તો ડોક્ટરોના ઉડી ગયા હોશ

અઠવા ઝોનમાં 5 પોઝિટિવ કેસના સંપર્ક માં આવેલ 50 વ્યક્તિઓને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા. જેમાં 14 વ્યક્તિઓ એ આઈસોલેશનનો ભંગ કર્યો છે. અને લિંબાયત ઝોનમાં પાંચ પોઝિટિવ આ કેસમાં સંપર્કમાં આવેલ 63 વ્યક્તિઓને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા.

4 વ્યક્તિને નિયમોનું પાલન કર્યું નથી આમ 41 પોઝિટિવ કેસમાં 434 સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા. જેમાં મનપાના આકસ્મિક ચેકીંગમાં 62 વ્યક્તિઓ હોમ આઈસોલેશનનો ભંગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મનપા દ્વારા આવા વ્યક્તિઓને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જે કોઈ હોમ આઈસોલેશન ના નિયમનો ભંગ કરશે તેની સામે એપેડેમીક ડિસીઝ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.
Published by: ankit patel
First published: September 13, 2020, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading