સુરત : તસ્કરોએ કઈ ન મળતા 250 બોક્સ અન્ડરવેર-બનિયાન ચોર્યા, Lockdownમાં થઈ વિચિત્ર ચોરી


Updated: May 23, 2020, 10:10 AM IST
સુરત : તસ્કરોએ કઈ ન મળતા 250 બોક્સ અન્ડરવેર-બનિયાન ચોર્યા, Lockdownમાં થઈ વિચિત્ર ચોરી
પ્રતિકાત્મક તસવીર

તસ્કરોએ શટર ઉંચુ કરીને દુકાનમાં પ્રવેશ કર્યો અને રોકડ શોધવા માટે ગલ્લો તોડ્યો હતો, જોકે, ગલ્લામાં રોકડ ન મળતા હાથે લાગ્યો તે માલ ઉઠાવી છૂમંતર

  • Share this:
કોરોના  વાયરસને લઇને લોકડાઉણ ચાલી રહ્યું છે ત્યારે દુકાનો બંધ હોવાને લઇને તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગે છે.  તેવામાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તસ્કરો શટર ઉંચુ કરી ચોરી કરવા પ્રવેશ તો કર્યો પણ અહીંયા રોકડા રૂપિયા નહિ મળતા આ તસ્કરો હોઝિયરી દુકાનમાં માંથી  અંડરવેર-બનિયાનનાં 250 બોક્ષ ચોરી  કરી ભાગી છૂટ્યાં હતા. જોકે આ મામલે દુકાન માલિકને જાણકરી મળતા તેમની દુકાનમાં કુલ 1,62 લાખની ચોરી થઇ હતી જેને લઇને તેમણે ઉધના પોલીસ મથકે દોડી જઈ અને અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

કોરોના વાઇરસને  લઇને એક બાજુ લોકડાઉન ચાલે છે તેવામાં લોકો પોતાની દુકાનો બંધ રાખીને  ઘર બેઠેલા હોય છે ત્યારે આ તકનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે અને દુકાનોને નિશાન બનાવી પોતાનો કસબ અજમાવતા હોય છે. ત્યારે મૂળ  રાજસ્થાનના વતની અને હાલ ઉધના રોડ નં 3 પર આવેલા શિવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં  ફ્લેટ નં.104 માં રહેતા 38 વર્ષીય કાલુરામ રાયમજી પ્રજાપતિ એપાર્ટમેન્ટના જ નીચે સાવરીયા હોઝીયરીïના નામે દુકાન ધરાવે છે.

આ પણ વાંચો :  એક્સપ્રેસ વે પર લક્ઝરી બસમાં પેટ્રોલ પમ્પ પર જ ભીષણ આગ લાગી, 28 મુસાફરો હતા સવાર

લોકડાઉનના કારણે કાલુરામની દુકાન બંધ હતી જેનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો હતો અને ગત 16 થી 17 ની રાત્રી દરમિયાન તસ્કરોએ દુકાનનું શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યો અને ચોરી કરી હતી. જોકે તસ્કરોને રોકડા રૂપિયા નહિ મળતા આ દુકાનમાં રહેલ  અંડરવેર-બનીયાનના 250 બોક્ષ ચોરી  કરી ભાગી છૂટ્યાં હતા.

આ પણ વાંચો :  અમદાવાદ :સિવિલ હૉસ્પિટલની માનવતા, કોરોગ્રસ્ત પરિવારના મોભીનું મોત થતા અંતિમ સંસ્કાર કર્યા

જોકે કાળું રામનો મામાનો દીકરો તપાસ માટે જતા ખબર પડી હતી કે દુકાનમાં ચોરી થઇ છે જેને લઈને રાકેશે પોતાના ભાઈ કાલુરામને જાણકારી આપી હતી જોકે જાણકરી મળતા કાલુરામ  તાત્ત્કાલિક વતન  રાજસ્થાન થી સુરત આવી પહોંચ્યો હતો અને દુકાન પહોંચીને તપાસ કરતા દુકાનમાંથી રૂપિયા 1.62 લાખનો માલ ચોરાઈ ગયાનું માલુમ પડતા તાત્કાલિક ઉધના પોલીસ મથકે દોડી જઈને આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવાની કવાયત હાથ  ધરી છે.

 
First published: May 23, 2020, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading