સુરત : વરાછા ખાલી થઈ જતા તસ્કરોનો તરખાટ, મોબાઇલની દુકાનનું શટર તોડી માલ સાફ કરી નાખ્યો


Updated: May 11, 2020, 1:18 PM IST
સુરત : વરાછા ખાલી થઈ જતા તસ્કરોનો તરખાટ, મોબાઇલની દુકાનનું શટર તોડી માલ સાફ કરી નાખ્યો
વરાછાના મારૂતિ ચોકમાં ચોરી થતા હાહાકાર મચી ગયો છે.

સૌરાષ્ટ્ર ગયેલો વરાછાનો વર્ગ લૉકડાઉનમાં પોતાની દુકાનોને તાળા મારીને ગયો છે પરંતુ આ પ્રકારે જો તસ્કરો તરખાટ મચાવતા રહે તો વેપારીઓને રોવાનો વારો આવશે તેવી ચર્ચા

  • Share this:
સુરત : કોરોનમાં વાઇરસને લઈને હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે તેવા સુરતના વરાછા વિસ્તારમાં રહેતા સૌરાષ્ટના લોકો પોતાના વતન તરફ દોટ મૂકી છે ત્યારે આ તકનો લાભા લઈને તસ્કરો ફરી એક વાર સક્રિય થઈને મોબાઈલની એક દુકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આમ લૉકડાઉનમાં વરાછા પર જાણે તસ્કરો નજર નાંખીને બેઠા હોય તેવો ઘાટ સર્જાયો છે. તસ્કરોએ મારૂતિ ચોકમાં દુકાનનું શટર તોડીને માલ સાફ કરી નાખ્યો હતો. આ ઘટનાના પગલે સૌરાષ્ટ્ર ગયેલા વેપારીઓમાં પોતાની ધંધા રોજગારની સલામતીનો ભય વ્યાપી ગયો છે.

બનાવની વિગત એવી છે કે  સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવી એક ઘટના સામે આવી છે .વરાછાના મારૂતિ ચોક વિસ્તારના ભરત નગર શેરી નં. 5 માં વિઠ્ઠલેશ મોબાઇલ નામની દુકાનમાં લોક્ડાઉન વચ્ચે પણ તસ્કરો ત્રાટકયા હતા. દુકાનદારે ગત તા. 21 માર્ચના રોજ લોક્ડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે દુકાનની શટરના બંન્ને ભાગે તાળા માર્યા હતા અને દુકાનદાર પ્રિતેશ અશોક સાવલીયા સમયાંતરે આવતા હતા.

આ પણ વાંચો :   સુરતથી UP જનારી 10 ટ્રેનમાંથી 8 ટ્રેન રદ થતા શ્રમિકોમાં રોષ

દરમિયાન ગત રોજ તેઓ દુકાન ચેક કરવા આવ્યા હતા ત્યારે દુકાનના શટરનું જમણી બાજુનું તાળું ખુલ્લું હતું અને ત્યાંથી શટર ઉંચુ કરી તસ્કરો અંદર પ્રવેશી રોક્ડા રૂા. 2 હજાર, કોમ્પ્યુટર, હોમ થિયેટર, ફોન એસેસરીઝ અને રીપેરીંગમાં આવેલા 4 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 61 હજારની મત્તાના ચોરી ગયા હતા. તસ્કરોએ ડુપ્લીકેટ ચાવી વડે ચોરીનો કસબ અજમાવ્યો હોવાથી કોઇક જાણભેદુનો હાથ હોવાની આશંકા સાથે પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.  બીજી બાજુ સૌરાષ્ટ્ર ગયેલો વરાછાનો વર્ગ લૉકડાઉનમાં પોતાની દુકાનોને તાળા મારીને ગયો છે પરંતુ આ પ્રકારે જો તસ્કરો તરખાટ મચાવતા રહે તો વેપારીઓને રોવાનો વારો આવશે તેવી ચર્ચા.
First published: May 11, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading