Home /News /south-gujarat /સુરત : 9 મિનિટમાં 15 લાખના હીરા ચોરી ફરાર થઈ ગયેલા ચોર ઝડપાયા, કાપોદ્રામાં થયેલી તસ્કરીનો ભેદ ઉકેલાયો

સુરત : 9 મિનિટમાં 15 લાખના હીરા ચોરી ફરાર થઈ ગયેલા ચોર ઝડપાયા, કાપોદ્રામાં થયેલી તસ્કરીનો ભેદ ઉકેલાયો

ઝડપાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

રવિવારે રજાના દિવસે કાપોદરાની કેસરી એક્સપોર્ટમાંથી 378.32 કેરેટ હીરાની ચોરી થઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતના કાપોદ્રા ચાર (Surat) રસ્તા ગજ્જર કમ્પાઉન્ડમાં આવેલા હીરાના કારખાનામાંથી (Diamond Factory) ગતરાત્રે માત્ર 9 મિનિટમાં રૃ.15 લાખના રફ હીરાની ચોરી ઘટના (Theft of Dimonds in kapodra) બની હતી. જોકે અહીંયા ચોરી કરવા આવેલા તસ્કરો માસ્ક પહેરી આવેલા હતા. જોકે તમામ દરવાજા અને લોકરો ચાવીથી ખોલવામાં આવ્યા હતા. તસ્કરો ચોરી કરવા આવ્યા ત્યારે સીસીટીવીમાં (CCTV of Diamond Thefts) કેદ થતા પોલીસે ચોરી કરનાર ચાર જાણ ભોમિયા  હોવાને લઈને આ કંપનીના મેનેજર અને તેની સાથે કામ કરતા એક કર્મચારીની ભૂમિકા બહાર આવતા કુલ 3 લોકોની ધરપકડ કરી ચોરીનો તમામ મુદામાલ કબજે કરી આ ગુનાનો ભેદ ઉકેલી નાખીયો છે

મૂળ બોટાદના ગઢડાના કોપાળાના વતની અને સુરતમાં વરાછા મેઈન રોડ  પાસે ગુરુનગર ઘર નં.60 માં રહેતા 61 વર્ષીય મોહનભાઇ જયરાજભાઈ ગાબાણી કાપોદ્રા ચાર રસ્તા ગજ્જર કમ્પાઉન્ડ સરદાર કોમ્પલેક્ષની ગલીમાં પહેલા માળે ભરત ટ્રેડીંગ કોર્પોરેશનના નામે હીરાનું કારખાનું ધરાવે છે. કારખાનામાં રશિયન રફ હીરાને તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચો :   સુરત : સુર્યા મરાઠી ગેંગની કમાન લેડી Donના હાથમાં?, આપઘાત કેસમાં નામ આવતા ચર્ચા

CCTV VIDEO : સુરતના કેસરી એક્સપોર્ટમાં થયેલી ચોરીના વીડિયો ફૂટેજ સામે આવ્યા હતા.


દરમિયાન, રવિવારની રજા હોવાથી ગત સવારે લેસર ડિપાર્ટમેન્ટના બે ઓપરેટર નાઈટ શિફ્ટમાં કામ કરતા જોકે કારીગર પોતાનું કામ પતાવી હીરાતિજોરી માં મૂકીને ચાવી મેનેજર ભુપેન્દ્રભાઈ રાજપૂત ને આપીને જતા રહિયા હતા જોકે આ દરમિયાન  જોકે માલિકો એ સવારે આવીને તપાસ કરતા  માલમ પડયું હતું કે તેમના લેસર ડિપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરાના વાયર કપાયેલા હતા. જોકે તિજોરી ચેક કરતા  તેમાં મુકેલા પ્રોસેસના 498.04 કેરેટમાંથી અંદાજીત રૂ15 લાખની મત્તાના 378.32 કેરેટ હીરાની ચોરી થયાની જાણ થઈ હતી.
" isDesktop="true" id="1027810" >

જેને લઈને તેમને તાતકાલિક પોલીસને જાણકારી આપીહતી જોકે પોલીસ તાતકાલિક દોડી આવીને આ મામલે તપાસ સાહરુ કરી હતી જેમાં રાત્રે માસ્ક પહેરીને આવેલા તસ્કરો સીસીટીવી માં કેદ થયા હતા અને તે ચોરી કરી ગયા ત્યારે તમામ દરવાજા મારેલ તાળા કોઈ ચાવી વડે ખોલેલનું સામે આવતા પોલીસે આ ચોરી જાણકાર માણસે કરી હોવાનો અંદાજ આવી ગયો હતો.

આ પણ વાંચો :   સુરત : ફરી વકર્યો Corona, 24 કલાકમાં 298 નવા દર્દી, અઠવા સાથે કામરેજમાં કેસ વધ્યા

જેને લઈને પોલીસે તપાસ શરુ કરતા આ ડાયમંડ કારખાના છેલ્લા 8 વર્ષ થી  કામ કરતા ભુપેદ્ર રાજપૂત પર પોલીસ ને શકે જતા તેની કડકાઈ થી પૂછપરછ કરતા તેને આ કારખાના માં છેલ્લા એક વર્થ ટી કામ કરતા જીગર સોની સાથે મળીને ચોરી કરી છે. અને તમામ ચોરીના 15 લાખના હીરા મિત્ર જીગ્નેશ વ્યાસને ત્યાં સંતાડીયા હોવાની કબૂલાત કરતા પોલીસે આ તમામ આરોપીને ઝડપી પાડી તમામ ચોરીનો મુદામાલ કબજે કરી આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે આરોપી પાસે ચાવી હોવાથી તેમણે આ ચોરી કરી હતી અને ગણતરીના કલાકોમાં તમામ મુદામાલ સાથે આરોપી ધરપકડ કરી હતી
Published by:Jay Mishra
First published:

Tags: Breaking News, Surat crime news, Surat police, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन