સુરત શહેરમાં આવેલા ભરીમાતા રોડ પર રહેતો લબરમૂછિયો યુવકને પોતાની ખરાબ આદતના લીધે ઘરમાંથી કાઢી મૂક્યો હતો જેના લીધે મોજશોખ માટે કેટલી હદે જાય છે હું બોલતો પુરાવો શહેરની ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે યુવકને પકડી પાડયા પછી તેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ આ યુવક માત્ર સિગરેટ અને રજની ગંગા પાન મસાલા માટે ચોરી કરતો હોવાનું જણાયું છે.
સુરત શહેરના ભરીમાતા રોડ પર આવેલા મહેક રેસીડેન્સી ફ્લેટ નંબર 101 માં રહેતો મહેરાજ ઉફે તારે જમીન પે નસરુદ્દીન અન્સારી ઉંમર ૧૯ વર્ષ મુળગામ ગોળ થાના મહારાજગંજ જિલ્લો શિવાન બિહાર ને છેલ્લા ઘણા સમયથી પોતાની ખરાબ આદતોના કારણે પરિવારે તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો જેને લઇને પોતાના મોજશોખ પૂરા કરવા માટે મહેરાજ અન્સારી ચોરી કરવાના શરૂ કર્યું હતું.
ગત તારીખ 10 9 2020 ના રોજ સિંગણપુર ચાર રસ્તા નજીક આવેલા અક્ષરદીપ સોસાયટી માં એક મકાનમાં મહિરાજ અન્સારીએ ઘરમાં ઘૂસી જઈ ઘરમાં સુતેલા લોકોએ રૂમમાં પુરી ગઈ ને ઉપરના માળે થી કબાટમાંથી રોકડા રૂપિયા 3000 તેમ જ સફેદ કપડાં થેલીમાંથી સોના ચાંદીના દાગીના ની ચોરી કરી નાસી ગયો હતો.
મહેરાજ તારે ભરીમાતા રોડ પર ઓટો રીક્ષામાં રાતના અંધારામાં સૂઈ જતો હતો તેને ચોરી કરી હોવા બાતમી ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ રાઠોડ ને મળી હતી તેમની ટીમે મહેરાજ અન્સારીને પાલીયા ગ્રાઉન્ડના રોડ પર જીલાની બ્રિજ નીચે એક ઓટો રીક્ષા માંથી ઝડપી પાડયો હતો ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં મહેરાજ અન્સારીએ પોતાનાના મોજશોખ અર્થે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસની પૂછપરછમાં મોજશોખ એટલે સિગરેટ અને રજનીગંધા પાન મસાલા માટે ચોરી કરી હતી પોલીસે તેની પૂછપરછના ના આધારે સોના ચાંદીના દાગીના રૂપિયા 8,34997 મુદ્દામાલ કબજે કર્યો હતો આ બનાવ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોક બજાર પોલીસ મથકનો એક ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર