સુરત : કોવિડ હોસ્પિટલમાં PPE કીટ પહેરીને ચોર ઘૂસ્યો, ચોર્યા દર્દીનાં મોબાઇલ Live CCTV

સુરત : કોવિડ હોસ્પિટલમાં PPE કીટ પહેરીને ચોર ઘૂસ્યો, ચોર્યા દર્દીનાં મોબાઇલ Live CCTV
સુરચમાં કોરોના વોર્ડમાં ચોરી કરવા આવતો નરાધમ પોલીસના પાંજરે

પોલીસે વીડિયોના આધારે રીઢા ચોર તેજુને ઝડપી પાડ્યો, તેજું પીપીઈ કીટ પહેરીને ચોરી કરવા આવતો હતો જુઓ ચોરીનો વીડિયો

  • Share this:
સુરતની (Surat) નવી સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી દર્દીનાં મોબાઈલની ચોરી (Mobile Theft) ઘટના સમયે આવતા પોલીસે કોવિડ હોસ્પિટલના સીસી ટીવી ચેક કરતા એવો એક ચોર પકડી પડ્યો છે જે પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં પ્રવેશ કરી દર્દીની નજર ચૂકવીને ચોરી કરતો હતો. જોકે ખટોદરા પોલીસે આ ઈસમની ધરપકડ કરી તેની પાસેથી પાંચ જેટલા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે.

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં સુરતના મજૂરાગેટ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની અંદર કોવિડ હોસ્પિટલ આવેલી છે .જોકે અહીંયા સારવાર માટે દાખલ થતા દર્દીના દાગીના સાથે મોબાઈલ ફોન ચોરી થવાની ઘટના સતત સામે આવતી હતી.

જોકે આ મામલે અનેક ફરિયાદ બાદ ખટોદરા પોલીસે એવો ચોર ઝડપી પાડવામાં સફળતા મળી છે જે જઈને ભલભલા લોકો એક સમયે વિચારમાં પડી જશો જોકે આવી ઘટના ને લઈને હોસ્પિટલના સીસી ટીવી ચેક કરવામાં આવીયો ત્યાર એક ઈસમ આ હોસ્પિટલમાં પીપી કીટ પહેરીને આવીને દર્દી ની નજર ચૂકવીને તેમના મોબાઈલ ફોન ની ચોરી કરતો હતો.

આ પણ વાંચો :  ભરૂચ : વેલફેર હૉસ્પિટલનું ICU જ બન્યુ 'સ્મશાન,' દર્દી અને સ્ટાફ સહિત 16નાં મોત

જોકે પોલીસે આ સીસીટીવીના આધારે પાંડેસરા ખાતે રહેતા  તેજસ ઉર્ફે તેજુ રાજેન્દ્ર રાઠોડ નામ સામે આવ્યુ હતું. ભૂતકાળમાં આ ઈસમ રાંદેર વિસ્તામાં પણ મોબલાઈ ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે, ત્યારે આ ચોરનો પોલીસે ભાંડો ફોડી નાખ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે પકડી પાડી તેની પાસેથી ચોરીના 5 મોબાઇલ મળી કુલ 21,500ના મુદ્દામાલ કબજે કર્યા હતા.

આ પણ વાંચો : જૂનાગઢ : ભરડાવાવ હત્યા કેસ, રાજુની કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ રાણો ડરના માર્યો ગટરમાં છૂપાઈ ગયો હતો

જોકે, પોલીસે આ ઈસમની વધુ કડકાઇથી પૂછપરછ સાહરુ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે આ ઈસમ નવી સિવિલના સ્ટાફના ભૂતકાળના રેકોર્ડમાં રીઢાચોરનું નામ સામે આવ્યા બાદ સીસીટીવી ચેક કરતા  પીપીઈ કીટની ચેઇન ખોલી ખિસ્સામાં મુકતો દેખાય છે.તેના આધારે આખો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
Published by:Jay Mishra
First published:May 01, 2021, 10:57 am

ટૉપ ન્યૂઝ