સુરતઃ રિંગરોડની મિલેનિયમ માર્કેટમાં (Millennium Market) આવેલી દુકાનો ડુપ્લિકેટ ચાલીથી (duplicate key) ખોલી ચોરી કરવાના રેકેટનો (thief racket) પર્દાફાશ થયો છે. રવિવારે સાંજે દુકાનમાંથી સાડી ચોરી કરીને ભાગતા ત્રણ પૈકી ઍક જણાને સિક્યુરીર્ટી ગાર્ડે (Security guard) ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી સાડીના સાત પોટલા કબજે કર્યા હતા અને હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં ચોરીના રેકેટનો પર્દાફાશ થયો હતો. હાલમાં પોલીસે ચોરીના ભોગ બનેવા બે વેપારીઓની અલગ અલગ ફરિયાદ લઈ માસ્ટર માઈન્ડ (Master mind) સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રોગમિતાન કર્યા છે.
ઉધના અમન સોસાયટીમાં રહેતા 36 વર્ષીય સાદાબ ઈરફાન કુરેશી રિંગરોડની મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવે છે. દરમિયાન ગઈકાલે ત્રણ અજાણ્યાઓ સાદાબની દુકાનને ડુપ્લિકેટ ચાવીથી ખોલી સાડી નંગ-62 જેની કિંમત રૂપિયા 68,200ના મતાની ચોરી કરી ભાગતા હતા જાકે સિક્યુરિટીના માણસોઍ ત્રણ પૈકી ચેતન મીઠાલાલ જાષી નામના ઍક ચોરને ઝડપી પાડી તેની પાસેથી સાડી નંગ-19 જેની કિંમત રૂપિયા 20,900 થાય છે કબજે કરી પોલીસના હવાલે કર્યો હતો.
પોલીસે સાદાબ કુરેશીની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી ચેતન જાષીની ધરપકડ કરી હતી. પોલીસે ચેતનની ધરપકડ કરી હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં ચોકાવનારી વિગત સપાટી ઉપર આવી હતી. મિલેનિયમ માર્કેટમાં ચારથી પાંચ રાજસ્થાનીઓની ટોળકી સક્રિય થઈ છે. જેમાં ઍક સંજય પુરોહિત નામના યુવકે માર્કેટમાં ભાડેથી દુકાન રાખી છે.
અન્ય ટોળકીના માણસો ડુપ્લિકેટ ચાવી બનાવી છે તે ટોળકી રવિવારે રજાના દિવસોમાં દુકાનમાંથી સાડીઓ ચોરી કરી સંજય પુરોહિતને આપે છે. સુત્રોનું માનીયે તો જશુ નામનો યુવક ગેગ ઓપરેટ કરી રહ્યા છે. હાલ પોલીસે ટોળકીના માણસોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મિલેનિયમ માર્કેટમાં ડુપ્લિકેટ ચાવીથી દુકાન ખોલી ચોરી કરવાના આવતા હોવાનું બહાïર આવતા વેપારીઓમાં ચિંતા વધી ગઈ છે.
ભાવેશ સવાણીની દુકાનમાં પણ ચોરીનો પ્રયાસરીંગરોડની મિલેનિયમ માર્કેટમાં સાદાબ કુરેશીની દુકાન ડુપ્લિકેટ ચાવીથી ખોલી સાડી ચોરી કરતા ત્રણે પૈકી ચેતન જાષીને સિક્યુરિટી ગાર્ડે પકડી પોલીસના હવાલે કર્યો છે. પોલીસે ચેતન પાસેથી સાત સાડીના પોટલા કબજે કર્યા છે.
જેથી અન્ય દુકાનમાંથી પણ ચોરી કરી હોવાની આશંકા વચ્ચે મીલીનીયમ માર્કેટમાં જ દુકાન ધરાવતા ભાવેશ સવાણીની દુકાનમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સીસીફુટેજમાં ચોરી કરવા માટે બે અજાણ્યાઅઓ આવ્યા હોવાનુ બહાર આવ્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર