Surat crime news: પોલીસે રીઢા આરોપી ડટ્ટરને દબોચી લીધો, આવો છે ગુનાહિત ઇતિહાસ
Surat crime news: પોલીસે રીઢા આરોપી ડટ્ટરને દબોચી લીધો, આવો છે ગુનાહિત ઇતિહાસ
વાહન ચોર આરોપી
surat latest crime news: આરોપી પાસેથી ભાવનગર (bhavnagar) તથા સુરત શહેરમાંથી (surat city) ચોરી કરેલી ત્રણ બુલેટ બાઈક સહિત રૂ.3 લાખ 60 હજારના 8 વાહનો કબજે કરવામાં આવ્યા હતા.
સુરતઃ સુરત શહેરમાં (surat crime news) ખુનની કોશિષ, લૂંટ, વાહન ચોરી જેવા ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને (thief) ક્રાઈમ બ્રાંચે (crime branch) ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ભાવનગર (bhavnagar) તથા સુરત શહેરમાંથી (surat city) ચોરી કરેલી ત્રણ બુલેટ બાઈક સહિત રૂ.3 લાખ 60 હજારના 8 વાહનો કબજે કરવામાં આવ્યા હતા.
સુરત શહેરમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી નિકુલ ઉર્ફ ડટ્ટર ચકુરભાઇ ભીંગરાડીયાને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં એક પછી એક વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ આરોપી છેલ્લે લૂંટ માટે હત્યાના પ્રયાસ બાદ ભાગી ગયો હતો. વરાછા વિસ્તારમાંથી ઝડપાયેલા આરોપી પાસેથી 50 હજારની કિમતની બુલેટ બાઈક કબજે કરવામાં આવી હતી.
જે બુલેટ બાબતે પૂછતા આરોપીએ ગોડાદરા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત તેણેવરાછા વિસ્તારમાંથી ૪ અને ભાવનગર શહેરમાંથી એક વાહન ચોરી કર્યાની કબુલાત કરી હતી. આરોપીની વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જાન્યુઆરી-2021માં તેના મિત્ર સંદિપ ડુંગરાણી સાથે બાઈક ચોરી કરી તે બાઈકથી કતારગામ વિસ્તારનાં 'પ્રસંગ જ્વેલર્સ' નામની સોનીની દુકાનમાં બ્રેસલેટ જોવાના બહાને દુકાનદારને ચપ્પુના ઘા માર્યા હતા.
આ સ્થળે લૂંટ કરવાની કોશિષ કરી હતી પરંતુ દુકાનદારે બુમાબુમ કરી હતી અને લોકોનું ટોળું એકત્ર થઇ જતા ત્યાંથી નાસી છુટ્યા હતા. આરોપી ચોરી કરેલી મોટર સાયકલ રસ્તામાં છોડી ટ્રકમાં બેસી રાજપીપળા ખાતે ગયા બાદ ત્યાંથી એક પેશન પ્રો મોટર સાયકલની ચોરી કરી હતી.
આ ઉપરાંત આરોપીએ અગાઉ છ માસ પહેલા વરાછા વિસ્તારમાંથી એક બુલેટ ચોરી કરી તેને વરાછા બાલાજીનગર ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી દીધી હોવાની પણ કબૂલાત કરી છે.
જે બાબતે પોકેટ કોપ મોબાઇલ ફોનની મદદથી ખાતરી કરતા આ ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ આરોપી હેન્ડલ લોક કરેલ મોટર સાયકલને પગથી હેન્ડલ પર ઝટકો મારી લોક તોડી બાઈકને ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરી નાસી જતો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર