સુરતમાં ચોર બન્યા ડિઝિટલઃ Youtube પર જોઇ કરી હીરાની ચોરી

News18 Gujarati
Updated: April 16, 2019, 9:08 PM IST
સુરતમાં ચોર બન્યા ડિઝિટલઃ Youtube પર જોઇ કરી હીરાની ચોરી
પ્રતિકાત્મક તસવીર

સુરતના કાપોદ્રાના મોહનનગરમાં આવેલા હીરાના કારખાનામાં દસ દિવસપહેલા થયેલી 17 લાખના હીરા ચોરીનો ભેદ ઉકેલાય ગયો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સુરતના કાપોદ્રાના મોહનનગરમાં આવેલા હીરાના કારખાનામાં દસ દિવસપહેલા થયેલી 17 લાખના હીરા ચોરીનો ભેદ ઉકેલાય ગયો છે. કાપોદ્વા પોલીસે બે યુવકોને પકડી પાડી 11.17 લાખના હીરા રિકવર કર્યા છે. યુ ટ્યુબમાં ટેકનિક જોઇ હીરાના કારખાનામાં હાથફેરો કરતા આ બદમાશોની પૂછપરછમાં દામનગર ખાતે થયેલી હીરા ચોરી પણ ડિટેક્ટ થઇ હતી.

મળતી માહિતી પ્રમાણે મોટાવરાછા ઉત્રાણ રોડ ઉપર સિલ્વર મેગઝિનમાં રહેતા 34 વર્ષીય હીરાના કારખાનેદાર છે. કાપોદ્રાના મોહનનગરમાં ડાયમંડ એસ્ટેટ વિભાગ 1માં જાનવી જેમ્સના નામે તેમનું કારખાનું આવેલું છે. દરમિયાન ગત તા. 4ના રોજ રાત્રી દરમિયાન તેમના કારખાનામાંથી 17 લાખના હીરા ચોરાઇ ગયા હતા. તસ્કરો ગેસ કટરથી તિજોરી કાપી લાખોનો હાથફેરો કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે કાપોદ્વા પોલીસમાં ગુનો નોંધાયો હતો.

દરમિયાન કાપોદ્રા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કર્મીઓને મળેલી બાતમીને આધારે આ ચોરીમાં સંડોવાયેલા જગદીશ પોપટભાઇ ગોહેલ અને ભાવેશ નારાયણ ગલસાણિયાને ગાયત્રી સોસાયટી પાસેથી પકડી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી 11.17 લાખના હીરા કબ્જે કર્યા છે. આ ચોરીમાં સંડોવાયેલો તેમના સાગરિત મનસુખ રામજીભાઇ સાનગઢિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ યુ ટ્યુબમાં કટરથી તિજોરી કે તાળા કાપવાની ટેકનિક જોઇ હીરાના કારખાનામાં હાથ અજમાવ્યો હતો. આ સાથે અમરેલીના દામનગર ખાતે હીરાના કારખાનામાં થેયલી ચોરીનો પણ ભેદ ઉકેલાય ગયો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ 150 કિલોના મૃતદેહને ત્રીજા માળેથી ઉતારવા ફાયર બ્રિગેડની લેવાઇ મદદ

પોલીસે હીરા ચોરીમાં પકડાયેલા આરોપીઓની કરેલી પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. રીઢા ગુનેગાર આ આરોપીઓ અગાઉ વરાછા ચેઇન સ્નેચિંગ સહિતના ચોરીના ગુના તથા સોનગઢમાં પણ પકડાઇ ચૂક્યા છે. તેઓ ઇલેક્ટ્રીક ગેસ કટરથી અવાજ આવે એટલે જે કારખાના કે ઓફિસને ટાર્ગેટ કરતા હતા. એમ્બ્રોઇડરી મશીનના ઘોંઘાટની આડમાં ગેસ કટરથી તિજોરી કાપવામાં તેઓની માસ્ટરી છે.
First published: April 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading