Surat News : કાપોદ્રા ખાતે આવેલ સ્નેહમુદ્રા એસ્ટેટમાં (Snehmudra Estate Kapodra) હિરાના કારખાનામાં તાજેતરમાં ચોરીનો બનાવ નોંધાયો હતો. હિરા ચોરીના બનાવમાં સંડોવાયેલ રીઢા ભુપત વડાલીયા (Bhupat Vadaliya) નામના ઘરફોડીયાને કાપોદ્રા પોલીસે દબોચી (Surat Police Caught Thief) લીધો છે, તેમજ ચોરીનો મુદામાલ ખરીદનાર રત્નકલાકાર પણ અટક કરી છે. આરોપી ભુપત અગાઉ વરાછા, કતારગામ અને કાપોદ્રામાં આશરે ૨7 ચોરીમાં અગાઉ પકડાયો હતો.
આ બનાવની વિગતો એવી છે કે કાપોદ્રાની સ્નેહમુદ્રા સોસાયટીમાં હિરાનું કારખાનું ચલાવતા સાગર મહેશ ઠક્કર ના કારખાનામાં ગત તા.18 જાન્યુઆરીના રોજ જુદી જુદી સાઇઝના હિરા કિંમત રૂ. 1,80,808 ની ચોરી થઇ હતી જે અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી હતી.
દરમિયાન કાપોદ્રા પોલીસ મથકના હે.કો. રવિરાજ, પૃથ્વીરાજ અને કરણસિંહને મળેલી બાતમીના આધારે ચોરીનું પગેરુ દબાવ્યુ હતુ. જેઓનીબાતમીના આધારે ચોરીના બનાવમાં સંડોવાયેલ ભુપત ઉર્ફે ભરત કરશન વડાલીયાને પકડી પાડયો હતો. તેમજ રૂ.1,80,000 ની કિંમતના ચોરીના હિરાને બારોબાર રૂ. 25,0000 ની રકમમાં મનોજ જેઠા બાંભણીયા રહે, સાંઇનગર, પુણા વેચી માર્યા હતા. પોલીસે સસ્તામાં હિરાની ખરીદી કરનાર મનોજની પણ ધરપકડ કરીને મુદામાલ કબજે કર્યો છે.
અગાઉ 27 જેટલી ઘરફોડ કરી ચૂક્યો છે ભૂપત
શહેરના વરાછા, કતારગામ અને કાપોદ્રા વિસ્તારમાં કુલ ૨૭ જેટલી ઘરફોડ ચોરીમાં પકડાયેલ ભુપત વડાલીયા હજી ત્રણ મહિના અગાઉ જેલ માંથી છૂટ્યો હતો. તેના માતા પિતા હયાત નથી, રખડતુ જીવન જીવતો ભુપત ઘર, કારખાનાના દરવાજાના તાળા સાથેના નકુચાને પલકવારમાં તોડીને ચોરી કરીને પલાયન થઇ જતો હતો. ભુપતે કારખાનાના ભાગીદાર પાસે ઉપાડ માંગ્યો હતો પરંતુ આપ્યો ન હતો.
જેથી ઉપાડ નહીં આપવાની અદાવતમાં કારખાનામાં ચોરીનો કસબ અજમાવ્યો હતો અને રૂ. 1.80 લાખ ની ચોરીના 10 નંગ હીરા માત્ર રૂ. 25 હજારમાં મનોજ જેઠાભાઇ બાભણીયાને વેચી દીધા હતા. જેથી પોલીસે હીરાના કારખાનેદાર મનોજની પણ ધરપકડ કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર