સુરતનો શરમજનક કિસ્સો! 'તારામાં ભૂતપ્રેત છે, અપશુકનિયાળ છે, ઝાડુથી મારો- તાંત્રિક પાસે લઈ જવાની છે'

સુરતનો શરમજનક કિસ્સો! 'તારામાં ભૂતપ્રેત છે, અપશુકનિયાળ છે, ઝાડુથી મારો- તાંત્રિક પાસે લઈ જવાની છે'
પ્રતિકાત્મક તસવીર

દહેજ પેટે રોકડા 5 લાખ અને માર્કેટમાંથી માલસામાન અપાવ્યા બાદ પણ મેહુલે ધંધામાં માટે વધુ 10 લાખની માંગણી કરી હતી.

  • Share this:
સુરત: શહેરમાં દહેજને લઈને એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતા પાસે લગ્નના રૂપિયા પાંચ લાખ (dowry) લઇ લીધા બાદ વધુ 10 લાખ માટે તેને સતત હેરાન કરવા આવી હતી. એટલું જ નહીં. પરિણીતાને તારામાં ભૂતપ્રેત છે, અપશુકની છે અને તેને કોઇ તાંત્રિક પાસે લઇ જવાની છે. એમ કહી શારિરીક-માનસિક (domestic violence) ત્રાસ આપનાર સાસરીયા વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં (woman police station) ફરિયાદ નોંધાય છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. તેમાં પણ મહિલા અત્યાચાર અને મહિલાની છેડતું સાથે દુષ્કર્મની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં દહેજને લઈને એક પરિણીતામાં ભૂત છે કહીને સતત સાસરિયા હેરના કરતા હોવાનો મામલો સામે આવ્યો છે.સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન મે 2019માં કાપડનો વેપાર કરતા અને પર્વત પાટિયા ખાતે આવેલ વ્રજભુમિ કોમ્પ્લેક્ષ, પરવટ પાટિયા મેહુલ અનિલ મંડોત સાથે થયા હતા. લગ્નના બે માસ બાદ સાસુ શારદાબેન, સસરા, અનિલ ચુનીલાલ મંડોત, નણંદ દિવ્યા પ્રવિણ બંમ અને નણંદોઇ પ્રવિણ નાનાલાલ બંમ તથા સ્નેહા અનિલ મંડોતે શારિરીક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું.

આ પણ વાંચોઃ-

નણંદ અને નણંદોઇ જયારે પણ ઘરે આવતા ત્યારે પરિણીતામાં ભૂતપ્રેત છે. અપશુકની અને તેને કોઇ તાંત્રિક પાસે લઇ જાઓ અથવા ઝાડુથી મારો એમ કહેતા હતા કારણકે પરિણીતાના પતિને અને સારિયાને આ પરિણીતા પોતાના પિયરમાંથી રૂપિયા લઇ આવે તે માટે ત્રાસ આપવાનો શરું કર્યો હતો.

આ પણ વાંચોઃ-

જોકે ધંધામાં ખોટ ગઇ છે. એમ કહી 5 લાખની માંગણી કરતા પરિણીતાના ભાઇએ રોકડ રૂપિયા પરિણીતાના સાસરિયાને આપ્યા હતા. ઉપરાંત મેહુલે અમને ધંધામાં કોઇ માલ આપતું નથી. તો તારા પિતાને કહીને માર્કેટમાંથી માલ અપાવ એમ કહેતા પરિણીતા એ તેના પિતાને વાત કરી હતી. જેથી પુત્રીનો સંસાર બચાવવા પરિણીતાના પિતાએ માર્કેટમાંથી માલ અપાવ્યો હતો.

આ પણ વાંચોઃ-

પરંતુ તેનું પેમેન્ટ પણ ચુકવ્યું ન હતું અને માર્કેટમાંથી જે માલસામાન ખરીદ્યો છે તેનું પેમેન્ટ ચુકવી દેજો અને દીકરીનું કરિયાવર સમજી લેજો અને ઉઘરાણી માટે મારા પર ફોન આવવા જોઇએ નહીં એવી ધમકી પતિ મેહુલે પરિણીતાના પિતા અને ભાઈને ધમકી આપી હતી. દહેજ પેટે રોકડા 5 લાખ અને માર્કેટમાંથી માલસામાન અપાવ્યા બાદ પણ મેહુલે ધંધામાં માટે વધુ 10 લાખની માંગણી કરી હતી. ઉપરાંત લગ્ન વખતનાપરિણીતાના દાગીના પણ વેચી નાંખ્યા હતા. અને જો તે અંગે કોઇને જાણ કરશે તો પરિણીતા  અને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી.સાથે સાથે પરિણીતામાં ભૂતપ્રેત છે, અપશુકની અને તેને કોઇ તાંત્રિક પાસે લઇ જાઓ કહીને સતત માનસિક ત્રાસ આપતા હતા. જેને લઈને પરિણીતાએ પોતાના સાસરિયાને છોડી પોતાના પિતાને ત્યાં આવી જેણે સાસરિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by:ankit patel
First published:January 08, 2021, 14:56 pm

ટૉપ ન્યૂઝ