શેરડી પકવતા ખેડૂત અને ખાંડ ઉદ્યોગોનો સરકાર રાહત પેકેજ આપે તેવી માંગ ઉઠી

News18 Gujarati
Updated: May 17, 2018, 5:15 PM IST
શેરડી પકવતા ખેડૂત અને ખાંડ ઉદ્યોગોનો સરકાર રાહત પેકેજ આપે તેવી માંગ ઉઠી

  • Share this:
દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગની વિપરીત સંજોગો અંગે ખાંડ ઉદ્યોગ દ્વારા સરકાર સામે હવે સબસીડી અંગે માંગ ઉઠી છે. તો બીજી બાજુ અન્ય પાકોની જેમ સરકાર દ્વારા શેરડી પકવતા ખેડૂતોને રાહત પેકેજ આપવા માંગ કરી
રહ્યા છે.

વર્ષ 2017 -18ની પોલાણ મસીઝન દરમિયાન સમગ્ર દેશમાં ખાંડનું વધુ ઉત્પાદન થતા ખાંડની કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે. ગત વર્ષ કરતા દરેક સુગર મિલોએ 1100 થી 1200 રૂ. જેટલો શેરડીનો ઓછો ભાવ જાહેર કર્યો હતો. આવા સંજોગોને ધ્યાનમાં લઇ સહકારી ધોરણે ચાલતા ખાંડ ઉદ્યોગને વગર વ્યાજની લોન મળે તેમજ ખાંડ ઉપર સેસ નાખવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે ગુજરાતની સહકારી ધોરણે ચાલતા ખાંડ ઉદ્યોગને કોઈ મોટો ફાયદો થતો ના હોય તે માટે ગુજરાત માટે કંઈક અલગ યોજના જાહેર કરે. આ પ્રકારની રજુઆત કરવા દ.ગુજ. ખાંડ ઉદ્યોગના અગ્રણીઓએ મુખ્ય મંત્રી અને નાણાં પ્રધાનને મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે.

ખાંડ ઉદ્યોગ સંઘ પ્રમુખ માનસિંગ પટેલે કહ્યું કે, ખાંડને ફરજીયાત પણે ૧૦ થી ૧૫ ટકા એક્ષ્પોર્ટ કરે છે તેનો નિર્ણય કર્યો છે અને જેના કારણે શેરડીનો ભાવ ઓછો મળે છે એ સંજોગોમાં કેન્દ્ર સરકાર અમને મદદ કરી એવી માંગ કરી છે અને ખાસ આવા સંજોગોમાં ૩૫ થી ૪૦ મેટ્રિક તન ખાંડનો બફર્સ સ્ટોક કરે અને ખરીદી કરે અને સરકાર આડકર્તરિ રીતે ખેડૂતોને સીધો ફાયદો થાય આવી પણ માંગ કરવામાં આવી છે.

ગત વર્ષની સરખામણીએ એકંદરે એક હજારથી ઓછા ભાવોનો ફેર પડતા કરોડોનું નુકસાન જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવે પીલાણ સીણ સમાપ્ત થઇ છે. ત્યારે આખા આંકડે ખેડૂતોને રોવા સિવાય કસુ હાથમાં આવ્યું નથી. કારણ આખું વર્ષ મેહનત મજૂરી, રાસાયણિક ખાતરના વધતા ભાવો ખેડૂતો પર આર્થિક ભારણ વધી ગયું છે . ત્યારે હવે મામલો ફરી ગરમાયો છે, અને ખેડૂતો એ કોઈ પણ ભોગે સરકાર ખેડૂતોને ભાવમાં રાહત થાય એવી નીતિ જાહેર કરે તેવી માંગ ઉઠી છે.

ખેડૂત કિશન ભાઈ પટેલે કહ્યું કે, દક્ષિણ ગુજરાત માં મૉટે ભાગે શેરડી ના પાક પર ખેડૂતો નભે છે છેલ્લા ઘણા સમયથી શેરડી અને ખાંડના ભાવ પણ ઘણા ઓછા મળે છે જેના લીધે ખેડૂતો અને ઘણું સહન કરવાનો વારો આવ્યો છે, અને ખેડૂતોને આ સહકરી આગેવાનો અને સંચાલકો પર અને સરકાર પર આશા હોય છે આગેવાનો દિલ્હી અને ગુજરાત સરકારને પણ ઘણી વખત રજૂઆત કરી છે તેનો પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી અને સરકાર કોઈ પેકેજ અથવા સબસીડી જાહેર ન કરે તો ખેડૂત કપરી પરિસ્થિતિમાં મુકાઈ જવાના સંજોગ ઉભા થયા છે.ખાંડ ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિની વાત કરી એ તો સમગ્ર દેશમાં ખાંડનો બફર સ્ટોક થયો છે. 3400 રૂપિયા ઉત્પાદન થતી શેરડીના 2500 થી 3000 રૂ . ભાવ ગુજરાતની સુગર મિલોએ આ વર્ષે જાહેર કર્યા હતા. હજુ પણ ખાંડનું બજાર નીચું જઇ રહ્યું છે. જેથી સુગર ફેક્ટરીઓની સ્થિતિ પણ નબળી થઈ છે. સહકારી ધોરણે ચાલતી સુગર મિલો માટે કોઈ અલગથી પેકેજ જાહેર કરવામાં આવે ઉપરાંત સુગર મિલો માટે તેમજ ખેડૂતો માટે વગર વ્યાજની લોન અંગે સરકાર જાહેરાત કરે તેવી માંગ સુગર ફેકટરીના સંચાલકોએ કરી હતી. જોકે દક્ષિણ ગુજરાતના આગેવાનો કે ખેડૂતની ગાંધીનગર કે દિલ્હીની સરકારને કોઈ લાગણી હોય તેવું લાગતું નથી.

સ્ટોરી - કેતન પટેલ
First published: May 17, 2018, 5:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading