Home /News /south-gujarat /સુરત : પાણીની મોટર ખુલ્લી જગ્યામાં હોય તો ચેતજો! ધોળે દિવસે થતી ચોરી CCTVમાં કેદ

સુરત : પાણીની મોટર ખુલ્લી જગ્યામાં હોય તો ચેતજો! ધોળે દિવસે થતી ચોરી CCTVમાં કેદ

સુરતમાં તસ્કરો બેફામ

એક ચોરી સામે આવી છે તે જાણીને તમે પણ એક સમય માટે વિચારમાં પડી જશો એક જ વિસ્તારમાંથી એક બે નહીં પણ 6 જેટલી પાણીની મોટર ચોરી થઈ

સુરતમાં (Surat) સતત ચોરીની (Theft) ઘટના વધી રહી છે. ત્યારે આજે એવી એક ચોરી સામે આવી છે તે જાણીને તમે પણ એક સમય માટે વિચારમાં પડી જશો એક જ વિસ્તારમાંથી એક બે નહીં પણ 6 જેટલી પાણીની મોટર ચોરી થવા પામી હતી. જોકે, ચોરી કરનાર ઈસમ સીસીટીવીમાં કેદ થઇ જવા પામ્યો હતો. જોકે, પોલીસે આ મામલે તાપસ શરૂ કરી છે.  સુરતમાં હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે સુરત પોલીસ સતત કોરોના નિયમો પાળવાની સાથે ઇન્જેક્શનની લાઇનો લાગે છે.

એક તરફ લોકો લાઇનમાં લાગેલા છે ત્યારે આ તકનો લાભ શહેરમાં રહેલા તસ્કરો ઉઠાવી રહ્યા છે. જોકે રાત્રી કર્ફ્યૂ લાગતાંની સાથે લોકો પોતાના ઘરમાં જતા રહે છે તે સમયે પણ તસ્કરો પોતાનો કસબ અજમાવતા હોય છે ત્યારે સુરતના મહિધરપુરા વિસ્તરમાં એક બે નહિ પણ 6 જટલી પાણીની મોટર ચોરીની ઘટના સામે આવી છે.



આ પણ વાંચો : સુરત : 'એક રેમડેસિવિરના 12 હજાર થશે, બોલો કેટલા જોઈએ છે?' કાળાબજારીનો પર્દાફાશ

મહીધરપુરાનાં નાઈ વાણીયા શેરીમાં રહેલા લોકો મનપા દ્વારા આપવામાં આવતું પાણી ઉપયોગ માટે પોતાની પાણીની લાઇનમાં મોટર લગાવતા હોય છે ત્યારે આજે બપોર સમયે એક જોત જોતામાં એક બે નહિ પણ 6 જેટલી મોટર ચોરી કરી જોત જોતામાં ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો : સુરત : 45 વર્ષના પ્રેમીએ 65 વર્ષના મહિલાની ગળું દબાવી હત્યા કરી, લીવ ઇન રિલેશનમાં રહેતા હતા સાથે

જોકે, આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે, આ ઈસમે દિવસ દરમિયાન આ જ રીતે ચોરી કરી જતા લોકો પણ છ્ક થઇ ગયા હતા જોકે આ મામલે  મોટર ચોરી કરી  જતા નજીકના સીસીટીવી કેમેરામાં તસ્કર કેદ થઇ જવા પામ્યો હતો. જોકે, આ સીસીટીવી સામે આવતા પોલીસે આ મામલે સીસીટીવીના આધારે આરોપીની શોધ શરૂ કરી છે. જોકે આવી સતત ઘટના સામે આવતા લોકો રોષ સાથે પોલીસ કામગીરી પર સવાલ ઉભા થવા પામ્યા છે.
First published:

Tags: Gujarati news, Live, Surat cctv, Surat Crime, Surat crime news, Surat news, Surat theft, ચોરી, સીસીટીવી, સુરત