Home /News /south-gujarat /

સુરતઃ ભીખ માંગવા આવેલી મહિલાઓ દુકાનમાંથી રૂ.7.5 લાખ ભરેલો થેલો લઈને થઈ છૂમંતર, ચોરીનો live video

સુરતઃ ભીખ માંગવા આવેલી મહિલાઓ દુકાનમાંથી રૂ.7.5 લાખ ભરેલો થેલો લઈને થઈ છૂમંતર, ચોરીનો live video

સીસીટીવી પરથી તસવીર

આ બેગમાં બે દિવસનો દુકાનનો વકરો અને ઉઘરાણી મળી 7.5 લાખ રૂપિયા જેટલી રકમ હતી.

    કેતન પટેલ, બારડોલીઃ સુરત જિલ્લાના (surat) માંગરોળ જિલ્લાના પાલોદ ગામની હદમાં આવેલા કીમ ચાર રસ્તા ઉપર ભીખ માંગનાર મહિલાઓએ (women thief) દુકાનદાર સાથે ઝગડો કરીને 7.50 લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં (cctv) કેદ થઈ હતી. દુકાન મલિકે કોસંબા પોલીસ મથકમાં (kosamba police station) ફરિયાદ નોંધાવી હતી. કોસંબા પોલીસે સીસીટીવને આધારે વધુ તાપસ હાથધરી છે.

    સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં આવેલા કીમ ચારરસ્તા વિસ્તારમાં વહેલી સવારે જનતા હાર્ડવેરની દુકાનમાં દુકાન માલિક પોતાની દુકાન ખોલી રહ્યા હતા. ત્યારે કેટલીક ભીક્ષુક મહિલાઓ પોતાના બાળકો સાથે ત્યાં મળવા આવી હતી દુકાન ખોલી રહેલ દુકાનદાર સાથે આ મહિલાઓએ ભીખ માંગવા બાબતે રજૂઆત કરી હતી.

    તે સમય દરમિયાન એક મહિલા દુકાનમાં રાખેલી બેગ ઉઠાવી ચાલતી પકડી  હતી. આ બેગમાં બે દિવસનો દુકાનનો વકરો અને ઉઘરાણી મળી 7.5 લાખ રૂપિયા જેટલી રકમની ચોરી કરી જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ રવિવારની સાંજે દંપતીને હોલટમાં જમવાનું પાંચ લાખ રૂપિયામાં પડ્યું, વાંચો ચેતવણી રૂપ કિસ્સો

    આ પણ વાંચોઃ-કડીઃ 'તું મને ઓળખે છે ગાડી કેમ ધીમે ચલાવતો નથી' કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ઉપર ચાર લોકોનો હુમલો, live video

    કિમ ચારરસ્તા નજીક આવેલ ગુજરાત પેટ્રોલ પમ્પની બાજુમાં જનતા બહાર્ડવેર ના દુકાન ના માલિક અશ્વિનભાઈ દુકાન પર આવ્યા હતા. અને દુકાન ખોલી સાફ સફાઈ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં આ મહિલાઓ નાના બાળકો સાથે આવી ચઢી હતી ત્યાં તેમની પાસે ભીખ માંગી હતી.

    આ પણ વાંચોઃ-સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video

    આ પણ વાંચોઃ-લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

    આ બાબતે દુકાનદાર અશ્વિન ભાઈ સાથે આ મહિલાઓ એ ઝગડો કરી બોલાચાલી કરી હતી એ સમય દરમિયાન મહિલાઓ સાથે આવેલ મહિલાઓ પૈકી એક મહિલા દુકાનદાર અશ્વિનભાઈની નજર  ચૂકવીને દુકાનમાં પ્રવેશ કરી કાઉન્ટર  પાસે મુકેલ 7.50 લાખ રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ચાલી ગઈ હતી.



    દુકાનદાર અશ્વિન ભાઈ દુકાનની સાફ સફાઈ કરતા ધ્યાન બેગ ઉપર પડ્યું હતું પરંતુ જે જગ્યા એ બેગ મૂકી હતી તે જગ્યા પર બેગ નહિ દેખાતા આજ મહીલોઓ જ બેગની ઉઠાંતરી કરી ફરાર થઇ જવા પામી હતી.  આ મહિલાઓની અવરજવર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી. જે બાબતે દુકાન મલિક આશીવન ભાઈ કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કોસંબા પોલીસે સીસીટીવને આધારે વધુ તાપસ હાથધરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Latest crime news, ગુજરાત, સુરત

    આગામી સમાચાર