Home /News /south-gujarat /surat news: સોનીની દુકાનમાં અજાણી સ્ત્રી સાથે video call પર વાત કરતા યુવકે કર્યું એવું કામ કે થયો જેલ ભેગો
surat news: સોનીની દુકાનમાં અજાણી સ્ત્રી સાથે video call પર વાત કરતા યુવકે કર્યું એવું કામ કે થયો જેલ ભેગો
આરોપીની તસવીર
surat crime news: ઘરેણાં બનાવવાના કારખાનામાં દાગીના કઈ રીતે બને તે જોવાના બહાને આવેલો યુવક ચોરી (theft) કરી ભાગી રહ્યો હતો. જેને ઝડપી લઇ પોલીસનાં હવાલે કરાયો હતો. ચોરની આ હરકત CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી.
સુરતઃ સુરતમાં (surat) એક જવેલર્સની દુકાનમાંથી (Jewelers shop) સોનાનો હાથનો પોંચો ચોરવાનો પ્રયાસ થયો હતો. ડભોલી (dabholi) વિસ્તારમાં ઘરેણાં બનાવવાના કારખાનામાં દાગીના કઈ રીતે બને તે જોવાના બહાને આવેલો યુવક ચોરી (theft) કરી ભાગી રહ્યો હતો. જેને ઝડપી લઇ પોલીસનાં હવાલે કરાયો હતો. ચોરની આ હરકત CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી.
સુરતના (surat news) ડભોલી વિસ્તારમાં રહેતા રહેતા રાહુલભાઈ રમેશભાઈ હડીયલ છેલ્લા 5-7 વર્ષથી જવેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ઘર નજીક જ જવેલર્સની દુકાન ધરાવે છે. ગઈકાલે વેડરોડ સિદ્ધેશ્વર સોસાયટી ખાતે રહેતા દીપકસિંગ ધુરાજસિંગ રાજપુત તેઓની દુકાને આવ્યો હતો.
દાગીનો કઈ રીતે બને અને કેવો લાગે તેનું મને સેમ્પલ બતાવો તેમ રાહુલભાઈને કહ્યું હતું જેથી તેના પર ભરોસો કરી તૈયાર થયેલો સોનાનો હાથનો પોચો જોવા આપ્યો હતો. દરમિયાન દિપક સિંહ રાજપૂતે એના મોબાઈલ ઉપર વીડિયો કોલ (video call) કરીને અજાણી સ્ત્રી સાથે વાત કરી રાહુલભાઈની નજર ચૂકવી હતી.
અને સોનાનો હાથનો પોંચો લઈ ચોરી કરી ભાગવાની કોશિશ કરી હતી. જેથી દુકાન માલિકે ચોર ચોરની બૂમો પાડી.. તેને પકડી લીધો હતો અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. રાહુલભાઈએ તેને પકડી પાડયો હતો અને એની પાસેથી સોનાનો હાથનો પોંચો લઈ લીધો હતો.
ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા ચોર ઈસમને પોલીસને સોંપી દેવાયો હતો. ચોરની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી CCTVમાં કેદ થઇ ગઈ હતી. જેના આધારે પોલીસે આ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે સમગ્ર ઘટના સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડયો છે જોકે આરોપીએ ભૂતકાળમાં પ્રકારના પણ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે જોવું પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ કયા પ્રકારના અન્ય ગુનાઓ મળી આવે છે.