સુરતઃ મહુવાના જૈન મંદિરમાંથી 22 મૂર્તિઓ અને 9 છત્ર ચોરાયા

News18 Gujarati
Updated: March 31, 2019, 1:21 PM IST
સુરતઃ મહુવાના જૈન મંદિરમાંથી  22 મૂર્તિઓ અને 9 છત્ર ચોરાયા
મંદિરમાં પ્રવેસતો ચોર

તસ્કરોએ એકસાથે 600થી 800 વર્ષ જૂની પંચધાતુની 22 જેટલી અતિમૂલ્યવાન મૂર્તિઓ અને 9 જેટલા સોનાનું પાણી ચઢાવેલા ચાંદીના છત્રો ચોરી કરી

  • Share this:
કેતન પટેલ, સુરતઃ સુરત જિલ્લાના મહુવામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. મહુવામાં બ્રાહ્મણ ફળિયાના ભરચક વિસ્તારમાં આવેલા અતિપ્રસિદ્ધ શ્રી 1008 શ્રી વિઘ્નેશ્વર પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાંથી રાત્રીના સમયે પાછળના ભાગથી ઘૂસેલા તસ્કરો એકસાથે 600થી 800 વર્ષ જૂની પંચધાતુની 22 જેટલી અતિમૂલ્યવાન મૂર્તિઓ અને 9 જેટલા સોનાનું પાણી ચઢાવેલા ચાંદીના છત્રો ચોરી કરી જવાના બનાવથી ભારે ચકચાર મચી ગઇ છે. ઘટનાના પગલે જૈન સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મહુવાના પ્રસિદ્ધ વિઘ્નેશ્વર જૈન મંદિરમાં  રાત્રે મંદિરના પાછળના ભાગે પૂર્ણા નદી તરફથી ઘૂસેલા તસ્કરો જૈન મંદિરમાં શ્રી 1008 વિઘ્નેશ્વર પાર્શ્વનાથ દિગમ્બર જૈન ચંદ્રપભુજીના ઘભારામાં જઇને તેમાં મૂકવામાં આવેલી 20 જેટલી અતિમૂલ્યવાન કિંમતની પ્રતિમા, બે ચંદ્રપ્રભુજીની પ્રતિમા એક આદિનાથ ભગવાનની પ્રતિમા ઉપરાંત તેના ઉપર ચાંદીનું સોાનું કોટિંગ કરેલા ત્રણ છત્રો અને તે દરેકના નીચે ત્રણ મળી કુલ 9 છત્રો કિંમત રૂ. 15,000ની ચોરી કરી ગયા હતા.

જૈન મંદિરમાંથી ચોરવામાં આવેલી કુલ 22 જેટલી પ્રતિમાઓ અતિમૂલ્યવાન હોય તેની કિંમત પોલીસ ફરિયાદમાં આંકવામાં આવી નથી. મંદિરમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તસ્કર ટોળકી પૈકીનો એક ચોર તસ્કર મંદિરના પાછળના ભાગથી આવતો દેખાય છે. અને ચોરી કરતો પણ સીસીટીવી ફૂટેજમાં દેખાયો છે.

મહુવા ટાઉનમાં ચારેતરફ વસ્તીથી ઘેરાયેલા અતિપ્રસિદ્ધ વિઘ્નેશ્વર પ્રાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ અને 9 જેટલા સોનાના આવરણ અઢાવેલા છત્રો ચોરાઇ જવાના બનાવથી ભારે ચકચાર મચી છે. આ બનાવ સંદર્ભે ભદ્રેશ શાહની ફરિયાદ લઇ મહુવા પોલીસે આગળની તપાસ હાથધરી છે.
First published: March 31, 2019, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading