Home /News /south-gujarat /

સુરતમાં તસ્કર ટોળકી સક્રિય, ફ્લેટનાં સાતમા માળે વેપારીને ત્યાંથી રૂા. 26 લાખની ચોરી કરી ફરાર

સુરતમાં તસ્કર ટોળકી સક્રિય, ફ્લેટનાં સાતમા માળે વેપારીને ત્યાંથી રૂા. 26 લાખની ચોરી કરી ફરાર

પ્રતિકાત્મક તસવીર

મેઘસર્મન એપાર્ટમેન્ટમાં ફલેટ ટાવર નં. 2 ના સાતમા માળે બી-7 માં રહે છે.

સુરત : કોરોના વાઇરસ લૉકડાઉન પુરું થતાની સાથે જાણે સુરતમાં તરસ્કારોને મઝા પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે સુરતના સૌથી પોઝ ગણાતા એવા સિટીલાઇટ વિત્તરમાં એકજ અઠવાડિયામાં બીજી મોટી ચોરીની ઘટના સામે આવી છે.  રાત્રિ દરમ્યાનના કર્ફ્યૂનો ક્ડક અમલ કરાવવા રોડ પર ઠેર-ઠેર પોલીસ હોવા છતા શહેરમાં સક્રિય તસ્કર ટોળકીએ સિટીલાઇટ વિસ્તારના મેઘસર્મન એપાર્ટમેન્ટમાં ચોરી કરી છે. પ્લાયવુડ વેપારી પરિવાર નિંદ્રાધીન હતા ત્યારે ફલેટને નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. 26 લાખની મત્તા તફડાવીને રવાના થઇ ગયા હતા.

સુરતના પોઝ એવા સિલીલાઈટ વિસ્તરમાં એક અઠવાડિયામાં પહેલા લાખોની ચોરીના આરોપી પોલીસ પકડી શકી નથી. ત્યાં તો બીજી2 6 લાખની ચોરી સામે આવી છે. સુરતના ભટાર રોડ સ્થિત આર્શીવાદ કોમ્પ્લેક્ષમાં ગરોડીયા પ્લાયવુડ એન્ડ લેમિનેટ્સ નામે દુકાન ધરાવતા અનિલ નંદલાલ ગરોડીયા સિટીલાઇટ રોડ તેરાપંથ ભવનની બાજુમાં મેઘસર્મન એપાર્ટમેન્ટમાં ફલેટ ટાવર નં. 2 ના સાતમા માળે બી-7 માં રહે છે. અનિલને સંતાનમાં બે પુત્ર પૈકી એક આયુશ બેંગ્લોરમાં રહે છે. જયારે બીજા પુત્ર અનુજ તથા પત્ની રૂચી સાથે રાત્રે જમ્યા બાદ 11 વાગ્યા સુધી ટીવી જોયા પછી સુઇ ગયા હતા. દરમ્યાનમાં સવારના 3.45 વાગ્યાના અરસામાં વેપારીની પત્ની રૂચીબેન વોશરૂમ જવા માટે પોતાના બેડરૂમમાં ગયા હતા અને લાઇટ ચાલુ કરી હતી. લાઇટ ચાલુ કરતા વેંત બેડરૂમના કબાટ ખુલ્લા હતા અને સરસામાન વેરવિખેર હાલતમાં જોઇ બુમાબુમ કરતા અનિલભાઇ પણ દોડી ગયા હતા અને પુત્ર અનુજ પણ તેના બેડરૂમમાંથી દોડી આવ્યો હતો. ત્યાર બાદ પિતા-પુત્રએ કબાટ ચેક કરતા તેમાંથી રોકડા રૂા. 4 લાખ અને સોના-ચાંદીના હીરા જડિત અલગ-અલગ દાગીના મળી કુલ રૂા. 26 લાખની મત્તા ગાયબ હતી. જેની જાણ તરત જ એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ તથા પડોશીઓને કરી હતી. જેથી લોકો એકઠા થઇ ગયા હતા અને છેક આજે સવારે 11 વાગ્યે ઘટના અંગે પોલીસને જાણ કરતા ઉમરા પોલીસ  તાત્કાલિક બનાવવાળી જગ્યા પર આવ્યાં હતાં.

આ પણ વાંચો - પાવાપુરી પાપલીલામાં નવો વળાંક, પીડિતા અને પતિને 10 લાખથી વધુ રકમ અપાયાની ચર્ચા

આ મામેલ તપાસ શરૂ કરી હતી ત્યારે ચોર  કિચનની સ્લાઇડીંગ બારી ખોલી અંદર પ્રવેશ્યા હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી  કરફ્યૂ હોવા છતા તસ્કરો રૂા. 26 લાખની મત્તા ચોરીને ફરાર થઇ જવામાં સફળ રહેતા દોડતી થયેલી પોલીસે ઘટનાસ્થળનું બારીકાઇથી પરીક્ષણ હાથ ધર્યુ હતું. જે અંતર્ગત મેઘસર્મન એપાર્ટમેન્ટ તથા આજુબાજુના એપાર્ટમેન્ટ અને સોસાયટીના તથા જાહેર રસ્તા પરના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કર્યા છે.

આ પણ જુઓ - 

પરંતુ એક પણ વ્યક્તિ તેમાં શંકાસ્પદ નજરે પડયો નથી. ઉપરાંત 7માં માળ સુધી તસ્કરો જઇ શકે તેવી કોઇ શક્યતા નથી અને કિચનની વિન્ડોનું સ્લાઇડરનું લોક પણ અગાઉથી તુટેલું હોય તેવું જણાય રહ્યું હતુ. જેથી પોલીસ સમગ્ર ઘટનાને શંકાની નજરે જોઇ રહી છે. જોકે આજ વિસ્તરમાં એક અથવા ડી પહેલા મોટર ગેરજ ધરાવતા પરિવરને ત્યાં પણ આજ રીતે 26 લાખની ચોરી થઇ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Loot, ગુજરાત, ગુનો, સુરત

આગામી સમાચાર