સુરત : ચોરીના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા 2 આરોપીઓ ઝડપાયા, પોલીસથી બચવા બનાવ્યો હતો ખાસ પ્લાન

સુરત : ચોરીના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા 2 આરોપીઓ ઝડપાયા, પોલીસથી બચવા બનાવ્યો હતો ખાસ પ્લાન
મહારાષ્ટ્રમાં સંતાયેલા આરોપીઓને 17 વર્ષે કાનૂનના હાથ આંબી ગયા

કાનૂનના હાથ લાંબા હોય છે આ કહેવત વધુ એક વાર સાબિત થઈ, ચોરીના ગુનામાં 17 વર્ષ આબાદ રહ્ય બાદ આખરે કાયદાનો ગાળિયો આંબી ગયો

  • Share this:
સુરતમાં (Sura) સતત ગુનાખોરી (Crime) વધી રહી છે ત્યારે ગુનામાં અણડોવાયેલા આરોપી સતત વોચ રાખવા સાથે ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા આરોપી પકડી પાડવા માટે ટિમ ને તપાસમાં રહેવાનું કહેતા આજે સુરત પોલીસને સુરત માં 2004 માં ચોરીના ગુનો આચરી પોલીસ પકડથી સતત ભાગતા ફરતા બે આરોપી મહારાષ્ટ ખાતે છે આ બાતમીના આધારે પોલીસે આ બંનેવ આરોપીને (Theft caught) ઝડપી પાડવામાં સફળતા મળી છે.

બનાવની વિગતો એવી છે કે સુર માં સતત વિસ્તાર વધી રહ્યો છે તેવી રીતે ગુનાખોરી [પણ સતત વધી રહી છે ત્યારે કેટલાક ગુનેગારો ગુના કરી આ શહેર છોડી ભાગ છૂટ્યાં છે.ત્યારે હાલમાં થઈ રહેલા ગુના પર નિયંત્રણ કરવા સાથે ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા અને વર્ષોથી પોલીસ પકડથી દૂર હોય તેવા આરોપી શોધી કાઢી તેના વિરુદ્ધ કાર્યવાહીના આદેશના પગલે સુરત પોલીસ આવા આરોપીઓની શોધમાં હતી.



આ પણ વાંચો : સુરત : વેપારીએ ઘરકામ માટે ગોંધી રાખેલી યુવતીનું રેસ્ક્યૂ, અપહરણ કરાયેલી યુવતીનો 3 હજારમાં થયો હતો 'સોદો'

ત્યારે પોલીસને બાતમી મળી હતી કે વર્ષ 2004માં સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તરમાં એક ચોરીને અંજામ આરોપી આરોપી ફરાર થઇ ગયા હતા જોકે આ ગુનામાં સંડોવાયેલા આરોપીમાંથી સરફરાજ યુસુફ મોમીન અને  અનીશ યુસુફ મોમીન જે જેતે સમયે લીબાયતના કામરૂ નાખ્ર્ર ખાતે રહેતા હતા અને ગુનો આચરી ભાગી છૂટ્યાં હતા.

જોકે, આ આરોપી ગુનો કર્યા બાદ છેલ્લા 17 વર્ષથી પોલીસ પકડથી દૂર હતા ત્યારે આરોપી બાબતે જાણકારી મળી હતી કે આ આરોપી મહારાષ્ટના  ઉસ્માનાબાદ ખીરની મહોલ્લા , પાણીની ટાંકી પાસે રહેતા હોવાની વિગત મળતાની સાથે સુરત પોલીસે આ વિસ્તરમાં તાતકાલિક પોચી જઈને ત્યાં વોચ રાખીને આરોપી ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો : સુરત : વરાછાના હીરા વેપારી સાથે વિચિત્ર ઠગાઈ, 17.27 લાખના હીરા લઈ ગઠિયો છૂમંતર, ચિલ્ડ્રન્સ બેંકની નોટ મળી આવી

જોકે આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા આરોપીએ સુરત માં ભૂતકાળમાં કરેલા ગુનાની કબૂલાત કરતા પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ સુરતના મહિધરપુરા પોલીસને હવાઈ આ આરોપી ને કાર્યા છે.
Published by:Jay Mishra
First published:February 03, 2021, 22:03 pm

ટૉપ ન્યૂઝ