સાવધાન! સુરતમાં ક્લસ્ટર એરિયામાંથી બહાર નીકળી યુવકે ઉતાર્યો પોલીસનો વીડિયો, પછી ભારે પસ્તાયો

સાવધાન! સુરતમાં ક્લસ્ટર એરિયામાંથી બહાર નીકળી યુવકે ઉતાર્યો પોલીસનો વીડિયો, પછી ભારે પસ્તાયો
ફાઈલ તસવીર

સુરત શહેરના ભટારના આઝાદનગર ખાતે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા મનપાના આરોગ્ય વિભાગ ક્લસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યો છે.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસને (coronavirus) સક્ર્મણ અટકાવ માટે લોકડાઉન (lockdown) વચ્ચે સરકર દ્વારા અમુક વિસ્તરમાં છૂટછાટ આપવામાં આવી છે. પણ જે વિસ્તરમાં કોરોના પોઝિટિવ (corona positive) દર્દી મળે એટલે તંત્ર દ્વારા એ વિસ્તારને ક્લસ્ટર (Cluster) જાહેર કરવામાં આવે છે. ત્યારે ક્લસ્ટર એરિયા જાહેર કરવામાં આવેલા ભટારના આઝાદ નગર વિસ્તારમાં તેનાત પોલીસની કામગીરીનો વીડિયો (Video) શૂટિંગ ઉતારનારની પોલીસે (Police) ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોના વાયરસનું સક્રમણ ન વધે તે માટે લોકડાઉન આપવાના આવ્યુ હતું. જોકે, થોડા દિવસ પહેલા છૂટછાટ આપવામાં આવી છે. તેવામાં જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી મળે તરત જ તે વિસ્તરને તંત્ર દ્વારા ક્લસ્ટર એરિયા જાહેર કરી તે વિસ્તારમાંથી લોકો કામ વગર બહાર ન નીકળે તે માટે તંત્ર દ્વારા પોલીસ તૈનાત કરવામાં આવી છે.આ પણ વાંચોઃ-કોરોનાની સારવારમાં વપરાતા આ ઈન્જેક્શન અંગે MLA જિગ્નેશ મેવાણીએ સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ

ત્યારે આવો જ એક વિસ્તાર છે ભટારના આઝાદનગર ખાતે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા મનપાના (SMC) આરોગ્ય વિભાગ ક્લસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે સ્થાનિક વિસ્તારના લોકો બિનજરૂરી ઘરની બહાર નહિ નીકળે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-એર ઈન્ડિયાની મોટી ચૂક! પાઇલટ નીકળ્યો કોરોના પોઝિટિવ, અડધા રસ્તેથી પાછું બોલાવ્યું વિમાન

દરમિયાનમાં ગત રાત્રે આઝાદનગરના વિશ્વકર્મા મંદિરની આજુબાજુમાં તૈનાત પોલીસ પોતાની કામગીરીમાં વ્યસ્ત હતી. ત્યારે એક યુવાન મોબાઇલમાં પોલીસનું વીડિયો શૂટિંગ કરી રહ્યો હતો. જેથી પોલીસે તેને અટકાવ્યો હતો અને ઘરની બહાર બિનજરૂરી નીકળવાનું કારણ પૂછ્યું હતું.

પરંતુ યુવાને કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તે વિસ્તરના લોકોને ઉશ્કેરવાનું કામ પણ કરતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેને પગલે પોલીસે બિનજરૂરી ઘરની બહાર નીકળી પોલીસ કામગીરીનું વીડિયો શૂટિંગ ઉતારવા બદલ વિકાસ યુવરાજ જાદવ વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપક્ડ કરી હતી.
Published by:News18 Gujarati
First published:May 30, 2020, 17:09 pm

ટૉપ ન્યૂઝ