સુરત: ભાણીને હેરાન કરનારાને ઠપકો આપવા ગયો સગીર, ટપોરીઓએ મારમારી ચપ્પુ ઘુસાડી દઈ લોહીલુહાણ કર્યો

સુરત: ભાણીને હેરાન કરનારાને ઠપકો આપવા ગયો સગીર, ટપોરીઓએ મારમારી ચપ્પુ ઘુસાડી દઈ લોહીલુહાણ કર્યો
પ્રતિકાત્મક તસવીર

બ્રીજ નીચે રેલવેલાઈનના પાટા ઉપર બોચી, કમર, પીઠ અને પડખાના ભાગે ઍક ઍક ચપ્પુના ઘા માર્યા, તુષારના જમણા હાથના બાવળાના ભાગે ચપ્પુ ઘુસી ગયું હતું, જે ચપ્પુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યું

  • Share this:
સુરત: રાજ્યનું આર્થિક પાટનગર ધીમે ધીમે ક્રાઈમ સીટી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં મારામારી, લૂંટ, હત્યા, ખંડણી, ધમકી, રેપ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. લુખ્ખાતત્વોને પોલીસની જરા પણ બીક રહી નથી. ડિંડોલી વિસ્તારમાં એક સગીર યુવાન પર ચપ્પાના ઘા મારી જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. જેમાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ડિંડોલી વિસ્તારમાં માનીતી બહેનની છોકરીને અવાર નવાર ફોન કરી હેરાન પરેશાન કરતા ઠપકો આપવા ગયેલા સગીર ઉપર ટપોરીઓઅ ચપ્પુના ઉપરા છાપરી ઘા માર્યા હતા, લોહીલુહાલમાં સગીરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં બાવળામાંથી ઓપરેશન કરી ચપ્પુ બહાર કાઢવામાં આવ્યું હતુ. પોલીસે સગીરના પિતાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.વિગતે ગટનાની વાત કરીએ તો, સુરતના લિંબાયત વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતા યુવરાજ પિતાંબર આહિર (ઉ.વ.૪૦) આંજણા ફાર્મ ખાતે સાડી કટીંગનું કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે, યુવરાજભાઈને પરિવારમાં પત્ની અને સાત સંતાનો છે, જેમાંથી બીજા નંબરનો દીકરો તુષાર (ઉ.વ.૧૭)ને રંજનાબેન પ્રવિણભાઈ કોળી (રહે, ગંગાસાગર સોસાયટી નવાગામ)ની મહિલા ભાઈ માનતી હોવાથી, તુષાર છેલ્લા ત્રણ વર્ષથી તેમના ઘરે જ રહે છે અને છુટક મજુરી કામ કરે છે.

સુરતમાં રોમિયોનો ત્રાસ: કાકાના બાઈક પાછળ બેઠીતી, ટ્રાફિક સિગ્નલ પર યુવકે કમરે હાથ નાખ્યો

સુરતમાં રોમિયોનો ત્રાસ: કાકાના બાઈક પાછળ બેઠીતી, ટ્રાફિક સિગ્નલ પર યુવકે કમરે હાથ નાખ્યો

રંજનાબેનની દીકરીને છેલ્લા કેટલાક દિવસોથી ચેતનગર સોસાયટી નવાગામ ખાતે રહેતા ઋત્વિક ઉર્ફે કીકી, નરેશ ગમન પોલ અવાર નવાર ફોન કરી હેરાન પરેશાન કરતો હતો. જેથી બે દિવસ પહેલા તુષારે તેને મળીને હેરાન નહી કરવા માટે ઠપકો આપ્યો હતો, જેની અદાવત રાખી ઋત્વિકે તેના ઘર પાસે રહેતા અંકુશ ઉર્ફે અંકીયો સંતોષ ડોડીસ સાથે મળી ગઈકાલે બપોરે દોઢેક વાગ્યે તુષારને નવાગામ જુના જકાતનાકા ઓવર બ્રીજ નીચે રેલવેલાઈનના પાટા ઉપર બોચી, કમર, પીઠ અને પડખાના ભાગે ઍક ઍક ચપ્પુના ઘા માર્યા હતા.

સુરત: દારૂ પીવા બાબતે પિતાએ ઠપકો આપ્યો, તો યુવકે નદીમાં છલાંગ મારી આપઘાત કર્યો

સુરત: દારૂ પીવા બાબતે પિતાએ ઠપકો આપ્યો, તો યુવકે નદીમાં છલાંગ મારી આપઘાત કર્યો

તુષારને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં જમણા હાથના બાવળાના ભાગે ચપ્પુ ઘુસી ગયું હતું, જે ચપ્પુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યું હતું. આ બનાવ અંગે સગીરના પિતા યુવરાજભાઈએ પોલીસને જાણ કરી, પોલીસે હાલમાં ફરિયાદ લઈ ઋત્વિક પોલ અને અંકુશ ડોડીસ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, અને લુખ્ખાતત્વોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
Published by:kiran mehta
First published:October 15, 2020, 16:27 pm

ટૉપ ન્યૂઝ