સુરત : સોસાયટીની સામાન્ય બબાલમાં યુવકને ઢોર માર માર્યો, પોલીસની દાદાગીરીનો Video વાયરલ


Updated: June 13, 2020, 9:51 PM IST
સુરત : સોસાયટીની સામાન્ય બબાલમાં યુવકને ઢોર માર માર્યો, પોલીસની દાદાગીરીનો Video વાયરલ
પોલીસની દાદાગીરીનો વીડિયો કર્યો વાયરલ

પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ પણ માર માર્યો અને આખીરાત પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી પાસાના કેસમાં રાજકોટ જેલમાં ધકેલી દેવાની ધમકી પણ આપી

  • Share this:
સુરતમાં એક સોસાયટીમાં પાડોસી સાથે થયેલા ઝગડામાં પડોસના પોલીસે મિત્રએ આવીને યુવાનને તેના ઘરની બહાર કોલર પકડી પાર્કિગમાં લાવીને જાહેરમાં ઢોર માર માર્યો હતો. આટલે જ વાત અટકી નહીં, પોલીસ સ્ટેશન લઇ જઈને તેને ગેરકાયદે ગોંધી રાખી ખોટા કેસમાં ફસાવીને રાજકોટની જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી. બાદમાં 200 રૂપિયા લઈને છોડી મુકાયો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસના જવાનો સહિત 13 લોકો સામે તેણે પોલીસ કમીશનરને અરજી કરી છે. સાથે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા આ યુવાન દ્વારા આજે વિડીયો વાઇરલ કરવામાં આવ્યો છે.

સુરતમાં પોલીસની વર્દી પર ફરી એક વાર દાગ લાગવાની ઘટના સામે આવી છે. અહીંયા પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કરી, એક યુવાનને માર માર્યો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ધોળકિયા ગાર્ડન પાસે આવેલા પટેલ કોમ્પલેક્સમાં રહેતા જીતેન્દ્રભાઈને સોસાયટીના વોચમેને કોમન રસ્તેથી ચાલવાની ના પડતા, જીતેન્દ્રભાઈને આ બાબતે કારણ પૂછતાં વોચમેને આ જગ્યા મને પ્રમુખે સોંપી છે, અને તમારે આ રસ્તે ચાલવું નહીં. તેમ જ તેની પત્ની સાથે કેમ ઝઘડો કરો છે એમ કહી ગાળાગાળી કરવા લાગ્યો હતો. અને પ્રમુખ કહેશે તેમ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમ છતાં ઝઘડો કરવા લાગ્યો.

આવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ પાડોશી પરેશ લાલજી પટેલે સમજવા જતા, જીતેન્દ્રભાઈ પાડોસી પરેશ ભાઈ સાથે ઝગડો કરવા લાગ્યો હતો. જોકે જીતેન્દ્રભાઈ ગત 22મી મેના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ પોતાના પોલીસ મિત્રોને બોલાવીને પરેશ ભાઈના ઘરમાં હતા ત્યારે ઘરમાંથી બહાર કાઢી કોલર પકડી પોલીસ કર્મચારી પ્રતાપ સહિત બે જણા પાર્કિંગમાં લઈ જઈ આવ્યા અને માર માર્યો હતો. પુત્રને બચાવવા આવેલી માતાને પણ ધક્કા મારી દુર કરાઈ હતી.પોલીસ કર્મચારી બંન્ને જણા એપાર્ટમેન્ટના રહેવાસી જીતેન્દ્રભાઈ પરમારના સંબંધી હોવાને લઈને પરેશ ભાઈને, પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ પણ માર માર્યો હતો. આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી બીજા દિવસે પોલીસ વાહનમાં લઇ જઇ 200 રૂપિયા લીધા બાદ રસ્તે છોડી દેવામાં આવ્યા હતા. ગેસ ડીઝલ અને ફિલ્ટર વર્કના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશ પટેલે કતારગામ પોલીસના જવાનો પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, મને પાસાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પાસાના કેસમાં રાજકોટ જેલમાં ધકેલી દેવાની પણ ધમકી આપી હતી. તેમજ ગાળો આપીને ગેરકાયદે સર ગોંધી રાખી ખોટી રીતે માર મારવામાં આવ્યો છે.

આ અંગે તેમણે પોલીસ કમિશનર, માનવ અધિકાર અને ગુજરાત પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી છે. જોકે પોતાની સાથે બનેલી ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા, આજે પોલીસની દાદાગીરીનો આ વિડીયો વાઇરલ કર્યો હતો.
First published: June 13, 2020, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading