Home /News /south-gujarat /સુરત: મિત્રો સામે વટ પાડવા વતનથી પિસ્તોલ લાવી ફરવાનું યુવાનને ભારે પડ્યું, પોલીસે ઝડપ્યો

સુરત: મિત્રો સામે વટ પાડવા વતનથી પિસ્તોલ લાવી ફરવાનું યુવાનને ભારે પડ્યું, પોલીસે ઝડપ્યો

પિસ્તોલ સાથે વટ પાડતો યુવાન ઝડપાયો

પિતાએ નોકરી બાબતે આ યુવાનને થપકો આપ્યો હતો. જે વાતનું લાગી આવતા આ યુવાન પોતાના વતન ઉત્તર પ્રદેશ ખાતે જતો રહ્યો હતો.

સુરત : યુવાનીના જોશમાં કેટલીક વખત યુવાન લોહી હોશ ખોઈ બેસે છે, અને એવું કરી બેસે છે કે પછી પછતાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે, એક યુવાન મિત્ર સામે વટ પાડવા વતનમાંથી દેશી પિસ્તોલ ખરીદીને લાવ્યો, અને પોલીસે કરી લીધી ધરપકડ.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવાનને કામ ધંધો નહીં કરતા પિતાએ ઠપકો આપતા વતન ભાગી ગયેલ યુવાન પોતાનાના મિત્રો સામે વટ પાડવા માટે પિસ્તોલ લઇને સુરત ખાતે આવ્યો હતો. જોકે એક હથિયાર રસ્તામાં ફેંકી દીધા બાદ બીજું હથિયાર કમરમાં લઇને ફરતા પોલીસે યુવાનને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતના પાંડેસરા પોલીસે બાતમીના આધારે, પભકાર ચાર રસ્તા પાસેથી પાંડેસરા વિસ્તારમાં રહેતા નિરજ સિયારામ તિલેશ્વરનાથ દુબે(ઉ.વ.20)ને એક દેશી બનાવટની રિવોલ્વર અને એક જીવતા કારતુસ સાથે મળી કુલ 15,050 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો - સુરત : સાવધાન, વિદ્યાર્થીને OLX ઉપર રૂપિયા 95 હજારનો મોબાઈલ વેચવાનું ભારે પડ્યું

તમને જણાવી દઈએ કે, આ અગાઉ તે કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો, પણ કોરોના મહામારી વચ્ચે આવેલા લોકડાઉનના સમયે નોકરી છૂટી જતા પિતાએ નોકરી બાબતે આ યુવાનને થપકો આપ્યો હતો. જે વાતનું લાગી આવતા આ યુવાન પોતાના વતન ઉત્તર પ્રદેશ ખાતે જતો રહ્યો હતો.

જોકે અચાનક પુત્ર પરિવારને કહ્યા વગર જતા રહેતા પિતાએ પુત્રની ગુમ થયાની ફરિયાદ પણ પાંડેયર પોલીસમાં નોંધાવી હતી. જોકે આ યુવાન વતનથી પોતાના મિત્રો સામે વટ પાડવા માટે એક હથિયાર સાથે લઈને આવ્યો હોવાની હકીકત મળતા પોલીસે આ યુવાને ઝડપી પડ્યો હતો.
" isDesktop="true" id="1032683" >

યુવાન વટ પાડવા માટે કમરમાં એક દેશી બનાવટનું હથીયાર લઈ ફરતો હતો, જેથી પોલીસે આ યુવાનની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, વતન યુપીના ભદોહી ખાતેથી દેશી બનાવટની બે રિવોલ્વર ખરીદી હતી. આ દરમિયાન મારી મિસિંગની ફરિયાદ થઈ હોવાથી સપ્ટેમ્બરમાં જ પરત સુરત ફરવાનું હોવાથી તેણે એક રિવોલ્વર ગંગા નદીમાં ફેંકી દીધી હતી. જ્યારે બીજી સુરત સાથે લાવ્યો હતો.

સુરત પરત ફરેલો નિરજ પિતાના ઘરે ગયો ન હતો અને સુરતમાં રૂમ ભાડે રાખી રહેવા લાગ્યો હતો. બીજી રિવોલ્વર શોખ માટે અને મિત્રોને બતાવવા લાવનાર નિરજ રિવોલ્વર કમરના ભાગે લટકાવી ફરતો હવાની કબૂલાત કરતા, પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેરની કાર્યવાહી કર વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Friends, Pistol, Surat news, Surat police, Young man

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन