સુરતઃ facebook પર સંપર્કમાં આવ્યા યુવક-યુવતી, પ્રેમલગ્ન કરવા યુવતીને ભારે પડ્યા


Updated: January 9, 2020, 4:18 PM IST
સુરતઃ facebook પર સંપર્કમાં આવ્યા યુવક-યુવતી, પ્રેમલગ્ન કરવા યુવતીને ભારે પડ્યા
પ્રતિકાત્મક તસવીર

પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા બાદ યુવાને પોતાના ઘરે લઇ જવાની ના કહીને સંબંધ તોડી નાખીને વિશ્વાસઘાત કરનાર યુવતીની ફરિયાદના આધારે જહાંગીરપુરા પોલીસે પતિની ધરપકડ કરી છે.

  • Share this:
સુરતઃ સુરતની (surat) એક યુવતીને ફેસબુક (facebook) પર મિત્રતા (friendship) કરવી ભારે પડી છે. પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા બાદ યુવાને પોતાના ઘરે લઇ જવાની ના કહીને સંબંધ તોડી નાખીને વિશ્વાસઘાત કરનાર યુવતીની ફરિયાદના આધારે જહાંગીરપુરા પોલીસે (police) પતિની (husband) ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ડેરી ફળિયામાં રહેતો ડેનિશ જગદીશ પટેલનો એપ્રિલ-2019માં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સાથે સાથે ફેસબુક પર સંપર્ક થયો હતો. જોકે આ સંપર્ક થોડા દિવસમાં આગળ વધીને બંને જણા મળવા લાગ્યા હતા. બંનેના વોટ્સએપ અને ફોન પર વાતચીત અને સંપર્કો વધતાં તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને સાથે હરતા-ફરતા થયા બાદ લગ્ન કરી લેવા નક્કી કર્યું હતું.

આ પણ વાંચોઃ-પતંગ રસિયાઓ માટે સારા સમાચાર: ઉત્તરાયણના દિવસે આવી રહેશે પવનની સ્થિતિ

યુવતી એ જેતે સમયે યુવકને પોતાના પ્રેમ અને લગન બાબતે પરિવારને કહીને લગ્નની વાત કરી હતી. ત્યારે યુવકે પહેલા લગન થઈ પછી પરિવારને જાણકારી આપવાની વાત કરી હતી. જોકે યુવકના પ્રેમમાં અધઃ થયેલી યુવતી એ 3જી-ઓક્ટોબર-2019ના રોજ એ.કે.રોડ, સોમનાથ મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચોઃ-રાજ્યમાં બે દિવસનાં થોડા વિરામ બાદ 24 કલાક પછી ઠંડીનું જોર વધશે

જોકે, લગ્ન બાદ બંને જણા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. જોકે થોડા દિવસ બાદ યુવક યુવતીને પોતાના ઘરે લઇ જઈને પતિ-પત્નીની (husband wife) જેમ રહેતા હતા. જોકે થોડા દિવસ બાદ યુવકે યુવતી સાથેના સંબંધ ઓછા કરવાની વાત કરી હતી.આ પણ વાંચોઃ-મસુરીમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તો બ્લોક થતા રાજ્યના 75 પ્રવાસીઓ ફસાયા

જોકે યુવક યુવતી નો પહેલા ફોન નહિ ઉપાડતો હતો અને પછી તેને બ્લેક લિસ્ટમાં મૂકી દીધો હતો અને આખરે આ મામલે યુવતીએ યુવકનો સંપર્ક કરી પોતાના ઘરે લઇ જવાનું કહેતા તેને યુવતી સાથેના તમામ સંબંધ કાપી નાખ્યા હતા. જેને લઈને યુવતીને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતા આખરે તેણીએ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી પતિ ડેનિશની ધરપકડ કરી છે.
First published: January 9, 2020, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading