Home /News /south-gujarat /

Mission India: સુરતની માતા તેના બે પુત્રો સાથે ‘મિશન ભારત’ પર, કાર ડ્રાઈવિંગ કરી સમગ્ર ભારત ભ્રમણ કરશે

Mission India: સુરતની માતા તેના બે પુત્રો સાથે ‘મિશન ભારત’ પર, કાર ડ્રાઈવિંગ કરી સમગ્ર ભારત ભ્રમણ કરશે

આ મહિલાએ વિશ્વભરમાં ઘણાં ડ્રાઇવિંગ અભિયાનો હાથ ધરીને ભારતને ગૌરવ અપાવ્યું છે

ભારૂલતા પટેલ-કાંબલે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે, પણ  માતૃભૂમિ પ્રત્યેના પ્રેમથી ખેંચાઇને બ્રિટિશ છોડી સુરતમાં સ્થાય થયા હતા. આ મહિલા તા.15 ઓગસ્ટ, 2022 ના રોજ સિયાચીન પહોંચી તિરંગો લહેરાવશે. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક અને હાલ સુરતમાં રહેતાં ખ્યાતનામ મહિલા સાહસિક ભારૂલતા પટેલ-કાંબલે ‘મિશન ભારત’ પ્રોજેક્ટ હેઠળ પોતાના બે બાળકો સાથે કાર ડ્રાઈવ કરી ‘આઝાદીના અમૃત્ત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર ભારતમાં 65 હજાર કિમીની યાત્રા કરશે, અને ભારતના ચાર છેડે તિરંગો લહેરાવશે.

વધુ જુઓ ...
બ્રિટન છોડી સુરત (Surat)ના વેસુ ખાતે પતિ અને બે પુત્ર સાથે નિવાસ કરી રહ્યાં છે. સુરતના ખ્યાતનામ સાહસિક મહિલા ભારૂલતા કાંબલે ભારતમાં 65 હજાર કિમી કાર ડ્રાઈવ (Car Driving) કરીને કેન્સર અને ટીબી સામે જનજાગૃત્તિ (Awareness against TB) ફેલાવશે.

ભારૂલતા પટેલ-કાંબલે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે, પણ  માતૃભૂમિ પ્રત્યેના પ્રેમથી ખેંચાઇને બ્રિટિશ છોડી સુરતમાં સ્થાય થયા હતા. આ મહિલા તા.15 ઓગસ્ટ, 2022 ના રોજ સિયાચીન પહોંચી તિરંગો લહેરાવશે. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક અને હાલ સુરતમાં રહેતાં ખ્યાતનામ મહિલા સાહસિક ભારૂલતા પટેલ-કાંબલે ‘મિશન ભારત’ પ્રોજેક્ટ હેઠળ પોતાના બે બાળકો સાથે કાર ડ્રાઈવ કરી ‘આઝાદીના અમૃત્ત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર ભારતમાં 65 હજાર કિમીની યાત્રા કરશે, અને ભારતના ચાર છેડે તિરંગો લહેરાવશે.

આ પણ વાંચો- corona Update: રાજ્યમાં કોરોનાના XE વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે આજે ફરી વધ્યા નવા કેસ, ગાંધીનગરમાં એકસાથે 23 નવા કેસ

તા.15 મી ઓગસ્ટ 2022 ના રોજ સિયાચીન પહોંચી તિરંગો લહેરાવશે અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપશે. તેમના ‘ટીમ મમ એન્ડ ટુ કિડસ’ ડ્રાઈવિંગ મિશન  હેઠળ સાડા ચાર મહિના સતત કાર ડ્રાઇવિંગ કરશે અને દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઇને કેન્સર તેમજ ટીબી સામે જનજાગૃતિ ફેલાવશે. અભિયાન પૂર્ણ થયાં બાદ તેઓ કાર ડ્રાઇવિંગના આ મોટા પડકારને પૂર્ણ કરનાર માતા અને બે બાળકોની પ્રથમ ટીમ બનશે.

આ પણ વાંચો- Lok Rakshak Exam: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકરક્ષકની પરીક્ષા અને યુવરાજસિંહની ધરપકડ મામલે આપ્યું નિવેદન

મહત્વની વાત એ છે આ મહિલાએ વિશ્વભરમાં ઘણાં ડ્રાઇવિંગ અભિયાનો હાથ ધરીને ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે આ વખતે ભારતમાં તેમના બે બાળકો સાથે વધુ એક પડકારજનક અભિયાન શરૂ કર્યું છે. ભારતના ચારેય છેડે પહોંચીને આપણો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો સંકલ્પ લીધો છે.તેમના ‘મિશન ભારત’ પ્રોજક્ટ લોન્ચમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, સામાજિક અગ્રણીઓ સહિત અનેકવિધ મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહિત કરશે.. જે પ્રકારનું કાર્ય કરી રહી છે તેને લઈને દેશ સાથે સુરત શહેરનું નામ પણ રોશન થશે
Published by:rakesh parmar
First published:

Tags: Gujarat surat, Surat news, ગુજરાતી સમાચાર, સુરત સમાચાર

આગામી સમાચાર