સુરત: ગ્રાહકે દુકાનદાર મહિલાની છાતી પર હાથ ફેરવ્યો, આપી ધમકી - 'શામ કો તુજે ઔર તેરે મરદ કો જાનસે માર દુંગા'


Updated: October 11, 2020, 5:59 PM IST
સુરત: ગ્રાહકે દુકાનદાર મહિલાની છાતી પર હાથ ફેરવ્યો, આપી ધમકી - 'શામ કો તુજે ઔર તેરે મરદ કો જાનસે માર દુંગા'
પ્રતિકાત્મક તસવીર

લાકડાના ફટકાના ત્રણથી ચાર ઘા મહિલાની નણંદના હાથ પર ઝીંકી દીધા હતા. જેથી લોકોનું ટોળું એક્ઠું થઇ જતા જાવેદખાન ત્યાંથી ભાગી ગયો

  • Share this:
સુરતમાં મહિલાની શારીરિક છેડતીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના સહારા દરવાજા વિસ્તારના નવા કમેલા વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતી મહિલા દુકાન પર એકલી હતી ત્યારે, પરિચિત ગ્રાહક દ્વારા પાણીની બોટલ માંગી, મહિલા બોટલ આપવા જતા ગ્રાહકે મહિલાનો હાથ પકડી લીધો અને છાતી પર હાથ ફેરવ્યો, આ મામલે મહિલાએ આ યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હવે મામલો પુણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

સુરતમાં મહિલાની સતત શારીરિક છેડછાડની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ રહી છે, ત્યારે સુરતના સહારા દરવાજા સ્થિત નયા કમેલા દરવાજા વિસ્તારમાં એક દંપતી કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે પતિ દુકાન પર નહિ હોવાને લઈને તેજ વિસ્તારમાં રહેતો અને પોતાના ઘરની તમામ વસ્તુ આ દુકાનથી ખરીદી કરતો જાવેદ આસીફખાન પઠાણ આવ્યો હતો.

જોકે દુકાન માલિક ખરીદી કરવા બહાર ગયો હતો, અને તેની પત્ની એકલી હતી, ત્યારે એકલતાનો લાભ લઇને પહેલા ગ્રાહકે મહિલા પાસે પાણીની બોટલ માંગી હતા, જેથી મહિલા ફ્રીઝમાંથી બોટલ કાઢીને આપી રહી હતી, ત્યારે જાવીદખાને હાથ પકડી લીધો હતો. જાવેદખાનની હરકતોથી ચોંકી જનાર મહિલા પોતાનો હાથ છોડાવ્યો હતો, પરંતુ જાવેદે મહિલાની છાતી પર હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી.

સુરતના સૌથી પોશ વિસ્તારમાં લબરમૂછીયાઓની બેટ દ્વારા Live મારામારી, Video વાયરલ

સુરતના સૌથી પોશ વિસ્તારમાં લબરમૂછીયાઓની બેટ દ્વારા Live મારામારી, Video વાયરલ

જેથી મહિલાએ તુરંત જાવીદખાનને ધક્કો મારતા તે દુકાનના પગથિયા ઉપર પડી જતા કપાળમાં ઇજા થઇ હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે પંદરેક મિનીટમાં જાવેદ લાકડાનો ફટકો લઇ પરત આવ્યો હતો અને 'શામ કો આકે તુજે ઔર તેરે મરદ કો જાનસે માર દુંગા' તેવી ધમકી આપી ગાળા-ગાળી કરી હતી. જેથી નજીકમાં જ રહેતી મહિલાની નણંદ દોડી આવી હતી અને જાવીદને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.સુરત : નોકરીના ત્રીજા જ દિવસે ઑફર, 'શારીરિક સંબંધ રાખીશ સારા પૈસા આપીશ,' બોસની ધરપકડ

સુરત : નોકરીના ત્રીજા જ દિવસે ઑફર, 'શારીરિક સંબંધ રાખીશ સારા પૈસા આપીશ,' બોસની ધરપકડ

પરંતુ જાવીદે લાકડાના ફટકાના ત્રણથી ચાર ઘા મહિલાની નણંદના હાથ પર ઝીંકી દીધા હતા. જેથી લોકોનું ટોળું એક્ઠું થઇ જતા જાવેદખાન ત્યાંથી ભાગી ગયો હતો, અને મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા મહિલાએ આ મામલે તાત્કાલિક પુણા પોલીસ મથકે દોડી જઈને તેની શારીરિક છેડતી કરનાર જાવેદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હકતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી.
Published by: kiran mehta
First published: October 11, 2020, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading