સુરતઃ FB પર પોસ્ટ TRB જવાનના વાયરલ વીડિયો અંગે કોમેન્ટ કરવી બે યુઝર્સને ભારે પડી, થઈ પોલીસ ફરિયાદ


Updated: November 22, 2020, 4:57 PM IST
સુરતઃ FB પર પોસ્ટ TRB જવાનના વાયરલ વીડિયો અંગે કોમેન્ટ કરવી બે યુઝર્સને ભારે પડી, થઈ પોલીસ ફરિયાદ
પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

તાજેતરમાં ફેસબુક પર ડીજે પંકજ નામના આઇડી ધારકે ટીઆરબી જવાનની દાદાગીરીવાળો એક વીડિયો અપલોડ કર્યો હતો. અને લખ્યું હતું કે ફરી જોવા મળી ટીઆરબી જવાનની દાદાગીરી.

  • Share this:
સુરત: શહેરમાં સોશિયલ મીડિયા (social media) પર ટીઆરબી જવાનની (TRB man) દાદાગીરીવાળા વીડિયોમાં અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટને પગલે આદિવાસી સમાજની (Tribal society) લાગણી દુભાતા મામલો કતારગામ પોલીસ (katargam police station) સ્ટેશનમાં પહોંચ્યો છે અને આદિવાસી સમાજને અપમાનિત કરતી પોસ્ટ કરનાર ફેસબુક આઇડી ધારક વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં ફેસબુક પર ડીજે પંકજ નામના આઇડી ધારકે ટીઆરબી જવાનની દાદાગીરીવાળો એક વીડિયો અપલોડ કર્યો હતો. અને લખ્યું હતું કે ફરી જોવા મળી ટીઆરબી જવાનની દાદાગીરી. ડીજે પંકજે અપલોડ કરેલા વીડિયોમાં હરપાલસિંહ અને જતીન શાહ નામના આઇડી ધારકે આદિવાસી સમાજને અપમાનિત કરતા અપશબ્દો અને સમાજ પ્રત્યે પૂર્વગ્રહ રાખી અભદ્ર ભાષાપ્રયોગ કરતી કોમેન્ટ લખવામાં આવી હતી.

જેને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આદિવાસી સમાજને અપમાનિત કરતા શબ્દોને પગલે જ્ઞાતિવાદ ઉભો થાય અને દુશ્મનાવટ થાય તેવી પોસ્ટને પગલે સમાજના લોકોના વ્હોટ્સ અપ ગૃપમાં સમાજ પ્રત્યે પૂર્વગ્રહ રાખી અભદ્ર ભાષાપ્રયોગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરતા મેસેજ ફરતા થયા હતા.

આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં ટીઆરબી જવાનની દાદાગીરીની ઘટના સામે આવી છે. ટીઆરબી જવાને ટ્રાફિકના નિયમને લઈ એક વ્યક્તિને ઉભો રાખી દાદાગીરી કરતા ઉશ્કેરાયેલા માથાભારે વ્યક્તિએ ટ્રાફિક જવાનને મારી નાખવાની ધમકી આપી છે. જ્યારે ટીઆરબી જવાને પોતાની સત્તાનો દુરઉપયોગ કરી લાકડીથી બાઈક સવાર પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આ મામલે ટીઆરબી જવાને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ વડાલ ગામમાં કાર શીખતા સમયે ભૂલથી રેસ આપતા કાર 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી, સગા સાળા-બનેવીનું ડૂબી જતા મોતઆ પણ વાંચોઃ-આશ્ચર્યજનક કિસ્સો! 18 મહિનાથી શૌચ કરવા નથી ગયો આ યુવક, રોજ ખાય છે 18થી 20 રોટલીઓ

વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના કાપોદરા વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ પર ટીઆરબી જવાન ઉભો હતો, તેણે એક બાઈક સવારને ટ્રાફિકના નિયમને લઈ ઉભો રાખવાની કોશિશ કરી તો બાઈકસવારે તેને તમારી સત્તા ન હોવાનું કહી બાઈક આગળ જવા દીધુ, જેને પગલે ટીઆરબી જવાને બાઈક સવારને છુટ્ટી લાકડી મારી. છુટ્ટી લાકડી માર્યા બાદ બંને વચ્ચે માથાકૂટ થઈ. આ માથાકૂટમાં ટીઆરબી જવાને બાઈક સવારને લાકડીઓ ફટકારી, તો ઉશ્કેરાયેલા વ્યક્તિએ ટીઆરબી જવાનને ચપ્પુ બતાવી તેને મારી નાખવાની ધમકી આપી.આ પુરી ઘટનાનો વીડીયો પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, ટીઆરબી જવાન લાકડી લઈને બાઈક સવારની પાછળ દોડે છે, ત્યારબાદ બાઈકસારને લાકડીઓ મારે છે. આ સિવાય બંને વચ્ચે માથાકૂટ થાય છે. ત્યારબાદ માથાભારે બાઈક સવાર ટીઆરબી જવાનને ચપ્પુ બતાવી મારી નાખાની ધમકી આપે છે. આ ઘટના કાપોદરા વિસ્તારની છે. આ પુરી ઘટનાને લઈ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં પોલીસે ટીઆરબી જવાનની ફરિયાદ નોંધી લઈ બાઈકસવાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ દરી છે. બાઈક સવાર તે એરિયામાં માથાભારે શખ્સની છાપ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે.
Published by: ankit patel
First published: November 22, 2020, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading