સુરત: વેપારીઓ વિફર્યા, મનપા દ્વારા આડેધડ ઉધરાવાતા દંડના વિરોધ માટે દુકાન બહાર લગાવ્યા પોસ્ટરો


Updated: July 10, 2020, 3:42 PM IST
સુરત: વેપારીઓ વિફર્યા, મનપા દ્વારા આડેધડ ઉધરાવાતા દંડના વિરોધ માટે દુકાન બહાર લગાવ્યા પોસ્ટરો
મનપા દ્વારા આડેધડ ઉઘરાવવામાં આવતા દંડનો વિરોધ

વેપારીઓને માફ કરો, પાલીકાના અધિકારીઓ મનમાની બંધ કરો, સોશિયલ ડિસ્ટન્સને નામે ઉધરાણી બંધ કરો...

  • Share this:
સુરત શહેરમાં કોરોનાના સંક્રમણ ધટાડવા માટે મનપા દ્વારા માસ્ક વગર સામાન વહેંચતા દુકાન દારો સામે આકરા દંડની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને કેટલાક મનપાના કર્મચારીઓ પોતાનો ટારગેટ પુરો કરવા માટે રાંદેરના રામનગર વિસ્તારમાં આડેધડ દંડ ઉધરાવતા વેપારીઓ વિફરા છે.

વેપારીઓ દ્વારા દુકાનોની બહાર સ્ટીકર મારી દેવામાં આવ્યા છે કે, અમને હેરાન કરવા માટે અહીં આવશો નહીં. એક જ વિસ્તારમાં આવેલી 50થી વધુ દુકાનો દ્વારા આ અનોખી રીતે મનપાના કર્મીઓનો વિરોધ નોધાવ્યો છે.

થોડા દિવસોથી સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર ખાતેની બજારમાં એસએમસીની ટીમ રોજ સવાર સાંજ બે વાર આવે છે, અને સ્થાનીક વેપારીઓનો આક્ષેપ છે કે, મનપાના કર્મચારીઓ આડેધડ દંડ ઉધરાવે છે.

આ પણ વાંચોસુરત : 'ભાજપના મંત્રીનો વિરોધ કરવાનો બહુ શોખ છે', AAP પાર્ટીના શહેર પ્રભારી રામ ધડૂકને ઢોર માર માર્યો

વેપારીઓનો આક્ષેપ છે કે, દુકાનમાં ગર્દી ના હોઇ તેમજ માસ્ક પહેર્યું હોય તો પણ ટાર્ગેટ પૂરો કરવા દંડ લઇ જાય છે. જેથી બે દિવસ પહેલાતો વેપારીઓ અને મનપા કર્મચારીઓ વચ્ચે ધર્ષણ પણ થયું હતું. જેને લઇને આજે રાનગર વેપારી સંધ દ્વારા ખાસ પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા છે જેને દુકાનોની બહાર લગાડવામાં આવ્યા છે.

આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, વેપારીઓને માફ કરો, પાલીકાના અધિકારીઓ મનમાની બંધ કરો, સોશિયલ ડિસ્ટન્સને નામે ઉધરાણી બંધ કરો, પોતે પહેલા પાલન કરો અને પછી જનતા પાસે કરાવો, 200, 500 અને 5000 હજારના દંડ લેવાનું બંધ કરો. નિયમોને નામે દુકાન દારોને હેરાન કરવાનું બંધ કરવામાં આવે.

આ રોષ ભરેલા શબ્દો વેપારીઓના છે. વેપારી દિનેશ નંદલાલએ જણાવ્યું હતું કે, હાલમાં માંડમાંડ દુકાનો ચાલુ થઇ છે. એક બાજુ ધંધો નથી થઈ રહ્યો, ગ્રાહક જ નથી આવતા, અને આ બાજુ મનપાના કર્મચારીઓ તેમનો ટાર્ગેટ પુરો કરવા રોજ દોડી આવે છે, અને દંડમાં પણ એ લોકો બાર્ગેનીંગ કરે છે કે અટલો દંડતો ભરી દો, એટલે અમે કંટાળી ગયા છીએ અને આખા માર્કેટે આ પ્રકારના બેનરો લગાવ્યા છે.
Published by: kiran mehta
First published: July 10, 2020, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading