સુરતઃઆર્થિક સંકળામણમાં રત્ન કલાકારનો આપઘાત,સ્યુસાઇટ નોટમાં લખ્યુ મને માફ કરશો

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 7, 2017, 1:02 PM IST

સુરતઃસુરતના કતારગામ વિસ્તારમાં રહેતા મોહન રાણવા રત્નકલાકાર તરીકે જીવી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા કેટલાય સમયથી મોહનની આર્થિક પરીસ્થીતી સારી ન હતી. જેને કારણે વારંવાર તેનો પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. પત્ની સાથેના રોજેરોજના ઝઘડાની કંટાળી જઇ આખરે મોહનએ કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાને પગલે સ્થાનિક લોકોએ મોહનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા ખસેડયો હતો. બીજી તરફ મોહન પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમા તેને પોતાના બાળકોના સ્વપ્નો અધુરા રહી ગયા હોય તેમજ તેની પત્નીનો ગુનેગાર હોવાનું જણાવ્યુ હતુ. હાલ આ બનાવમા કતારગામ પોલીસે વધુ પુછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
First published: February 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर