Home /News /south-gujarat /

સુરતમાં coronaનો રાફડો, 24 કલાકમાં વધુ 95 કેસ સાથે આંકડો 2000ને પાર, જાણો - ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

સુરતમાં coronaનો રાફડો, 24 કલાકમાં વધુ 95 કેસ સાથે આંકડો 2000ને પાર, જાણો - ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

ડેટા મુજબ 14 વર્ષથી ઓછા ઉંમરના બાળકોની મોતનો દર 0.54 ટકા છે. 15-29 વચ્ચે મોતનો દર 2.64 ટકા છે. જ્યારે 30-44 વર્ષની ઉંમર વચ્ચે દર્દીઓની મોતનો દર 10.82 ટકા છે. અને 45-59 વર્ષની ઉંમરે મોતનો દર 32.79 ટકા છે. આ સિવાય 60-74 વર્ષની ઉંમરે મોતનો દર 39.02 ટકા છે. જ્યારે 75 વર્ષની વધુની ઉંમરના લોકોમાં મોતનો દર 12.88 ટકા છે.

સુરત તંત્રની ચિંતા વધી છે અને આગામી દિવસ આ વિસ્તારના લોકો જો ધ્યાન નહીં આપે તો વધુ કેસ વધે તેવી શક્યતા છે.

સુરત : શહેરમાં સતત કોરોના પોઝિટિવ દર્દી વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 95
દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરત શહેરમાં 88 જયારે ગ્રામીણ વિસ્તારમાં 7 દર્દી સાથે કુલ દર્દીની સંખ્યા 2012 પર પહોંચી છે. ત્યારે આજે 47 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે ત્યારે આજે સૌથી વધુ દર્દી કતારગામમાં નોંધ્યા છે, ત્યાર બાદ ઉધના ઝોનનો નંબર લાગે છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 95 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 88 કેસ નોંધાયા છે. શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 1869 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 7 કેસ સાથે દર્દીની સંખ્યા 143 પર પહોંચી છે. કુલ દર્દીની સંખ્યા 2012 પર પહોંચી ગઈ છે.

મહત્વની સારી વાત એ છે કે, આજે એક પણ કોરોનાને કારણે મોત થયું નથી. કુલ મૃત્યુઆંક 78 થયો છે, જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે, અને 76 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 44 અને જિલ્લાના 3 મળીને કુલ 47 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1306 થઈ છે. જેમાંથી જિલ્લાના 94 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

કયા વિસ્તારમાં કેટલા કેસ

આજે સેન્ટ્રલ ઝોન 11, વરાછા એ ઝોનમાં 6, વરાછા બી 1, રાંદેર ઝોન 1, કતારગામ ઝોનમાં 25, લીબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 18 અને અથવા ઝોનમાં 3 કેસ નોંધાયા છે.

આમ તો લીંબાયત બાદ કતારગામ ઝોનમાં સતત દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, સાથે બીજા નંબર પર ઉધના ઝોનમાં પણ દર્દી વધી રહ્યા છે. જેને લઈને તંત્રની ચિંતા વધી છે અને આગામી દિવસ આ વિસ્તારના લોકો જો ધ્યાન નહીં આપે તો વધુ કેસ વધે તેવી શક્યતા છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat coronavirus updates, Surat covid cases, Surat covid19, Surat Covidcases

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन