Home /News /south-gujarat /

જાણવા જેવો કિસ્સો: 'મને રાત્રે 8 વાગ્યે ફોન આવ્યો અને ખાતમાંથી 97 હજાર ઉપડી ગયા', કેવી રીતે પૈસા પાછા મળ્યા?

જાણવા જેવો કિસ્સો: 'મને રાત્રે 8 વાગ્યે ફોન આવ્યો અને ખાતમાંથી 97 હજાર ઉપડી ગયા', કેવી રીતે પૈસા પાછા મળ્યા?

કેયુર શાહ (ફરિયાદી)

આ સમયમાં તેઓ ફ્રી હતા અને ઇન્ટરનેટનો સમય પસાર કરવા વિશેષ ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે યેનકેન પ્રકારે હેકર્સ પણ એક્ટિવ થઈ ગયા

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા કેયુર શાહ સાથે થયેલ ઠગાઈ જાણવા જેવી છે. તેમના ઉપર મે મહિનામાં રાત્રે 8 વાગે એક ફોન આવ્યો અને પેટીએમમાંથી બોલું છું. કેવાયસી વેરિફિકેશન કરવાનું છે તેવું કહી એક એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું અને તેમણે જેવી જ એપ ડાઉનલોડ કરી એકવાર ૪૮,૦૦૦ અને બીજીવાર 49000 હજાર રૂપિયા ક્રેડિટ કાર્ડમાંથી ઉપડી ગયા, કેયુર શાહે પ્રથમ તેમનું કાર્ડ બ્લોક કરાવ્યું.

બેંકમાં સૂચના પણ આપી, રિઝર્વ બેન્કને પણ ફ્રોડ થયાની સૂચના આપી અને ત્યારબાદ સાયબર એક્સપર્ટ અમિત સિંહના માર્ગદર્શન હેઠળ નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલમાં તમામ વિગતો અપલોડ પણ કરી અને તેમને એક અઠવાડિયામાં તેમની રકમ પરત પણ મળી ગઈ.

આ પ્રકારે પૈસા પાછા મળી શકે છે

સાઈબર એક્સપર્ટ અમિત સિંઘનું કહેવું છે કે, તમામ વિગતો જ્યારે ગૃહ મંત્રાલયની વેબસાઇટ નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ માં અપલોડ કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ટ્રાન્સફર એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવે છે. તેથી ગઠિયાઓ તે રકમ નિર્ધારિત સમયમાં આ પ્રોસેસ કરવામાં આવે તો તેઓ ટ્રાન્સફર કરી શકતા નથી અને ત્યારબાદ તે રકમ પરત મેળવી શકાય છે અને તેવું જ કેયુર શાહના કિસ્સામાં સામે આવ્યું છે.

સાઈબર એક્સપર્ટ અમિત સિંઘ


કેયુર શાહ તેમની આપવીતી પરથી જણાવે છે કે સિસ્ટમમાં ઘણી ખામીઓ છે અને તેને કારણે જ રૂપિયા ગઠિયાઓ આસાનીથી તફડાવી લેતા હોય છે. સાયબર ક્ષેત્રનું લોકો પાસે જ્ઞાન નથી અને પોલીસ પણ પૂરતું પ્રોટેકશન આપવામાં ઉની ઉતરી શકી નથી રહી અને પરિણામે જ ગઠિયાઓ ફાવી રહ્યા છે.

કેયુર શાહને એક્સપર્ટ અમિત શાહનું માર્ગદર્શન મળ્યું અને તેમના રૂપિયા તેમને પરત મળ્યા છે. પરંતુ માર્ગદર્શનના અભાવે અનેક લોકો સાયબર ફ્રોડ હેઠળ લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા છે તે પણ સત્ય હકીકત છે.

અમિત સિંહ નું કહેવું છે કે,lockdownના સમયમાં અનેક લોકો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે કારણ કે, આ સમયમાં તેઓ ફ્રી હતા અને ઇન્ટરનેટનો સમય પસાર કરવા વિશેષ ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે યેનકેન પ્રકારે હેકર્સ પણ એક્ટિવ થઈ ગયા હતા અને તેના પરિણામે જ અનેક લોકો સાઇબર ક્રાઇમના ભોગ બન્યા છે. પરંતુ પ્રથમ સાવચેતી એ જ સાઈબર ક્રાઇમ થી બચવાનો ઉત્તમ ઉપાય છે.
Published by:kiran mehta
First published:

Tags: CYBER CRIME

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन