Home /News /south-gujarat /

સુરત: બાળકોને ઠપકો આપી રહેલા પિતાને, દાદાએ ઠપકો આપતા પુત્રએ વૃદ્ધ પિતાની હત્યા કરી દીધી

સુરત: બાળકોને ઠપકો આપી રહેલા પિતાને, દાદાએ ઠપકો આપતા પુત્રએ વૃદ્ધ પિતાની હત્યા કરી દીધી

પોલીસે હત્યા મામલે તપાસ હાથધરી

સંતાનોને અભ્યાસની બાબતને લઈને ઠપકો આપતા પિતા ઉગ્ર બની ગયા, બાળકોના દાદા વચ્ચે પડ્યાં, તો પુત્રએ ચપ્પાના ઘા મારી ધક્કો મારતા દાદા નીચે પડી ગયા અને તેમનું મોત નિપજ્યું

સુરત: અલથાણ વિસ્તારમાં આવેલી સેન્ટોસા હાઈટ્સમાં રહેતા લેસ સિલાઈના વેપારી તેના સંતાનોને અભ્યાસની બાબતને લઈને ઠપકો આપી રહ્યાં હતાં. પિતા ઠપકો આપતાં ઉગ્ર બની ગયા હોવાથી બાળકોના દાદા વચ્ચે પડ્યાં હતાં. પરંતુ વેપારીએ તેના પિતાને જોરથી ધક્કો મારી દેતા દાદા જમીન પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. બાદમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતાં. બીજી તરફ હત્યા કે અકસ્માત મોત અંગેનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ પોલીસ તપાસ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં સંયુક્ત કુટુંબમાં રહેતા મોહનભાઈ મદનલાલ અગ્રવાલ પોતાના પરિવારમાં બે પુત્રો સાથે અલથાણ સ્થિત ધીરજ સન્સ નજીક સેન્ટોસા હાઇટ્સના ફ્લેટ નં. 830માં રહેતા હતા. જોકે બંને પુત્ર સલાબતપુરામાં લેસપટ્ટીનું કારખાનું ચલાવે છે.

સંજય અગ્રવાલ ગત સાંજે પોતાની બે પુત્રી દિશા અને ભુમિને અભ્યાસ કરાવતા હતો. આ દરમિયાન સંજય સંતાનોને ઠપકો આપતાં ઉગ્ર બની ગયો હતો. સંજયને ઉગ્ર બનેલો જોઈને પિતા મોહનભાઈ અને ભાઈ રાજીવ વચ્ચે પડ્યાં હતાં. બે પુત્રીને આકરા શબ્દો કહી રહેલા સંજયને તેના પિતા મોહન અગ્રવાલએ ઠપકો આપતા કહ્યું હતું કે, તું છોકરીઓને કેમ ધમકાવે છે, તેઓને તેમની રીતે અભ્યાસ કરવા દે.

આ પણ વાંચોસુરત : લોહીલુહાણ ઝઘડો, સાળાને બચાવવા વચ્ચે પડેલા બનેવીની ચપ્પાના ઘા મારી કરી દીધી હત્યા

જેથી સંજય ઉશકેરાય ગયો હતો અને અંદરના રૂમમાંથી ચપ્પુ લઇ આવી પિતા મોહનભાઇને ડાબા ખભાના ભાગે એક ઘા મારી દીધો હતો. ત્યાર બાદ પિતા-પુત્ર વચ્ચે ઝપાઝપી થઇ હતી. તે દરમ્યાન પિતા મોહન નીચે પડી જતા તેમને ગંભીર ઇજા થઇ હતી. જેને પગલે રાજીવ તુરંત જ દોડી ગયો હતો અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ તબીબોએ મોહન અગ્રવાલને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચોસુરતમાં કૂદકે-ભૂસકે કેસમાં વધારો: આજે બપોર સુધીમાં 130 લોકોને ચોંટ્યો Corona, લોકોમાં ભયનો માહોલ

ધક્કો મારનાર પુત્ર સંજય ઘરેથી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસ તુરંત જ દોડી આવી હતી અને પુત્ર સંજય વિરૂધ્ધ પિતાની હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
Published by:kiran mehta
First published:

Tags: Surat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन