સુરત : જે સંગીતકારે કોરોનાની જાગૃતિ માટે ગીત બનાવ્યું તેમને જ Corona ભરખી ગયો


Updated: September 26, 2020, 2:36 PM IST
સુરત : જે સંગીતકારે કોરોનાની જાગૃતિ માટે ગીત બનાવ્યું તેમને જ Corona ભરખી ગયો
વિજ્ઞાન પવારની ફાઇલ તસવીર

ગીતકાર-સંગીતકાર વિજ્ઞાન પવારના નિધનના કારણે શોકની લાગણી, 40 દિવસ કોરોના સામે જંગ લડતા લડતા મૃત્યુ પામ્યા

  • Share this:
કોરોનાની સામે લડવા લોકોને જાગૃતિ માટે (coronavirus) ગીત બનાવનાર ગીતકાર વિજ્ઞાન પવાર  (Singer died of corona)કોરોનાની 40 દિનની લડત લડી રહ્યા હતા જયારે તેમનું જ દુઃખત અવસાન થયું છે. સમગ્ર વિશ્વમાં અને ભારતમાં જે કોરોનાની મહામારી ચાલી રહી એક સામાજિક આગેવાન વિજ્ઞાન ભાઈ પવાર દ્વારા કોરોનાની મહામારી ના ઉપર મરાઠી અને હિન્દી માધ્યમથી લોકોને જાગૃતતા બતાવવા માટે સોંગ (Songs) બનાવ્યું હતું જેથી કોરોનામાં સંક્રમિત થઈ પોતે 40 દિવસ હોસ્પિટલમાં દાખલ હતા જેથી 25 સપ્ટેમ્બર ના રોજ કોરોના ના મૃત્યુ પામ્યા. જેથી સમાજમાં નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે ફરજ નિભાવી હતી તમામ સમાજના લોકોમાં શોકની લાગણી ઉમટી પડી છે.

મૂળ મધ્યપ્રદેશના વતની સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિજ્ઞાન પવારે મધ્યપ્રદેશ BA, અભ્યાસ પૂર્ણ કરી પત્રકારિતા ની સાથે તેઓ એક સારા લેખક અને ગીતકાર પણ હતા નશામુક્ત ને લઇ લોકોમાં અવેરનેસ લાવતા હતા.

આ પણ વાંચો :    વલસાડ : 'હું મારી બીમારીથી કંટાળીને આત્મહત્યા કરું છું,' હોમ ક્વૉરન્ટાઇન વૃદ્ધનો આપઘાત

સમાજમાં ગરીબ લોકોને હંમેશા મદદરૂપ થતા હતા તેઓએ મહિલાઓ પર થતા અન્યાય અત્યાચાર, બેટી બચાવો,નશામુક્ત, અનેક લેખ લખી ગીતોના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવતા હતા તેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા 40 દિવસથી ચાલી રહેલી લાંબી સારવાર બાદ તેઓ નું દુઃખદ નિધન થયું હતું.

દુઃખદ નિધન થી તેમના ચાહકો શોકની લાગણી અનુભવી રહ્યા છે સોશિયલ મીડિયા પર લોકો તેઓની ફોટો શેર કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે  65 વર્ષની ઉંમરે લોકોના હિત દેશહિત ના કામો માટે હંમેશાં આગળ આવી યુવાઓ માટે પ્રેરણાદાયક રહેતા હતા.આ પણ વાંચો :  ભાવનગર : 'બાપાને પાછા લઈ જવા હોય તો 15 લાખ આપી જાઓ', આધેડની અપહરણ બાદ હત્યા

જોકે આજે આ વૃદ્ધ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે ધહેરીજનોને પણ એક અપીલ છે કોરોના હજુ ગયો નથી.એટલા માટે દરેક નાગરિક જાતે સેફટી રાખીને લડવાની જરૂર છે કારક ને કોરોના કહેર હજુ ઓન સતત વધી રહ્યું છે ..
Published by: Jay Mishra
First published: September 26, 2020, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading