સુરત: 'આજા મેરી જાન' કહી દુકાનદારે બાળકીને ખેંચી, આચર્યુ દુષ્કર્મ

દુકાનદારે 12 વર્ષની બાળકીને દુકાનમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ.

News18 Gujarati
Updated: November 10, 2019, 11:36 AM IST
સુરત: 'આજા મેરી જાન' કહી દુકાનદારે બાળકીને ખેંચી, આચર્યુ દુષ્કર્મ
દુકાનદારે 12 વર્ષની બાળકીને દુકાનમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ.
News18 Gujarati
Updated: November 10, 2019, 11:36 AM IST
કિર્તેશ પટેલ, સુરત: સુરતના ઉમરવાડા ખાતે ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યારે બાળકીને પેટમાં દુખાવો થયો ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો, 12 વર્ષની બાળકી સાથે નજીકમાં રહેતા દુકાનદારે દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીએ આ અંગે તેની માતાને હકીકત જણાવતા  ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પર દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું.

સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહતી એક બાળકીને પરિવારે વસ્તુ લેવા ઘર નજીક આવેલી દુકાન પર મોકલી હતી ત્યારે આ દુકાનદાર બાળકીને જોઈને કંઇક વસ્તુ આપી બાળકીને રોકી રાખતો હતો અને પછી આ બાળકીની એકલતાનો લાભ લઈને બાળકી સાથે દુષ્કર્મ આચતરતો હતો. છેલ્લા એક અઠવાડિયામાં જાવેદ નામના દુકાનદારે બાળકી પર ચાર વખત દુષ્ક્રર્મ આચર્યુ હતું.

આ પણ વાંચો: સુરત : મૉડલ બનવા ઘરેથી ભાગેલી કિશોરી પર પ્રેમી સહિત ત્રણ લોકોનો ગેંગરેપ

બાળકીના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી

દુકાનદાર બાળકી સાથે દુષ્કર્મ આચરવા માટે બાળકીનો હાથ પકડી આજા મેરી જાન કહી હાથ પકડી દુકાનમાં ખેંચવા પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન જાવેદની બહેન આવી જતાં હાથ છોડી દીધો. જોકે આરોપી જાવેદ બાળકીને અવાર નવાર બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ માતા પિતાને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. બાળકી એટલી હદે ગભરાઈ ગઈ હતી કે આ મામલે કોને કઈ પણ કહેતી ન હતી અને ગુમસુમ રહેતી હતી.

ગુમસુમ રહેતા મામલો બહાર આવ્યો
Loading...

બાળકીને છેલ્લા એક મહિનાથી પેટમાં દુઃખાવો થતો હતો અને બાળકી ગુમસુમ રહીને કોઈ સાથે વાત પણ કરતી નહોતી. અંતે ખાવાનું બંધ કરી દેતા તેણી ખૂણામાં બેસી રહેતી હતી. જેથી પરિવારમાં માતા-પિતાએ કડકાઈથી પૂછપરછ કરતાં બાળકીએ સમગ્ર વાત જણાવી હતી. જેથી પરિવાર તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં તપાસ બાદ બાળકી સાથે દુષ્ક્રર્મ થયું હોવાની વિગત બહાર આવી. આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

 
First published: November 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...