Lockdown: સ્વાદપ્રિય સુરતી શ્રમિકોને એક સંસ્થાએ લાઈવ આમલેટ ખવડાવી રાજી-રાજી કર્યા

Lockdown: સ્વાદપ્રિય સુરતી શ્રમિકોને એક સંસ્થાએ લાઈવ આમલેટ ખવડાવી રાજી-રાજી કર્યા
ગરીબોને લાઈવ આમલેટ પીરસવામાં આવી

રોજ રોજ ખીચડી-પુલાવ ખાઈને કંટાળેલા લોકોએ કંઈક અલગ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી અને આ સુરતી યુવાનોએ ઈચ્છાને પરિપૂર્ણ કરી એ પણ સુરતી સ્ટાઈલમાં.

  • Share this:
કોરોનાને લઇ લોકડાઉન ચાલે છે, ત્યારે સુરતની સ્વાદ પ્રિય જનતા આમ તો ચટાકેદાર ખાવા માટે જાણીતી છે. છેલ્લા 21 દિવસથી ખીચડી અને અન્ય વસ્તુ ખાઇને કંટાળેલી સુરતની જનતાને એક સંસ્થા દ્વારા એક લારી પર 3 તવા મૂકીને ગરમગરમ લાઈવ આમલેટ અને પાવ ખવડાવી રાજી રાજી કરી નાખ્યા છે. સુરતનો ઐતિહાસિક કિલ્લો આજે એવા જ એક સુરતી મિજાજનો સાક્ષી બન્યો. આ લોકોના ભંડારામાં જમતા લોકોએ કંઈક અલગ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી અને આ સુરતી યુવાનોએ ઈચ્છાને પરિપૂર્ણ કરી એ પણ સુરતી સ્ટાઈલમાં.

લોકડાઉનને લઇને ગરીબ લોકોની હાલત દિવસેને દિવસે બગડી રહી છે, ત્યારે શહેરમાં સમાજ સેવી સંસ્થાઓ દ્વારા આવા ગરીબ લોકોને બે વખત જમવાનું પહોંચાડી રહ્યા છે. ખીચડી અને પુલાવ સૌથી વધુ લોકો બનાવીને વિતરિત કરે છે, કારણ એ બનાવવામાં અને વિતરિત કરવા બંનેમાં સરળ છે. પણ રોજ આવા ભોજન ઉપર નિર્ભર લોકો સેવા કરનાર પાસે કંઈક અલગ ભોજનની માંગ કરતા હતા.



ત્યારબાદ એક સંસ્થાએ લારીમાં ત્રણ તવા સાથે ફરતું કિચન તૈયાર કર્યું અને આ શ્રમજીવી જે નહેરુ બ્રિજ ઉપર બેસે છે ત્યાં જઈ ઈંડાની એકદમ ગરમ આમલેટ બનાવીને એમને પીરસી. પાઉં-આમલેટ ખાઈને આ શ્રમજીવીઓ તો રાજી થઇ ગયા.

ખાવા અને ખવડાવામાં સુરતીઓ હંમેશા અવ્વલ જ રહેવાના છે. સુરતનો ઐતહાસિક કિલ્લો આજે એવા જ એક સુરતી મિજાજનો સાક્ષી બન્યો. કોરોના વાયરસના સંક્રમણથી બચવા તકેદારીના પગલા સ્વરૂપે મજૂરોને એકબીજાથી 1 મીટર જેટલું અંતર રાખીને બેસાડવા તેમજ સેનેટાઇઝરથી હાથ સાફ કરાવ્યા પછી કન્ટેનરમાં શુદ્ધ અને હાઈજેનિક ફુડ પિરસવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
Published by:News18 Gujarati
First published:April 17, 2020, 17:05 pm