VIDEO: 'એક સમયનો હું મીલ માલિક, મારે ત્યાં 700 લોકો કામ કરતા, 17 દેશ ફરેલો છું - આજે નિરાધાર'

News18 Gujarati
Updated: January 23, 2020, 6:09 PM IST
VIDEO: 'એક સમયનો હું મીલ માલિક, મારે ત્યાં 700 લોકો કામ કરતા, 17 દેશ ફરેલો છું - આજે નિરાધાર'
સુરતના એક પિતાની દયનીય કહાની

પોતાની કમાણીના 3 ફ્લેટ હોવા છતાંય રસ્તા પર એક ગરીબ મજબૂર ભિખારીની જેમ દિવસ વિતાવવા પડી રહ્યા છે

  • Share this:
ટેક્સટાઈલ ઉદ્યોગમાં લાખોની કમાણી કરનાર એક વેપારી આજે ભિખારીની જેમ દિવસો વિતારી રહ્યાં છે. આ વાત છે સુરતની. જ્યાં કમાણીના ત્રણ ફ્લેટ અને બે પુત્રો હોવા છતાં વેપારીને રસ્તા પર સુવાનો વારો આવ્યો છે. 62 વર્ષીય પ્રવિણભાઈ સીંગાપુરી 90ના દાયકામાં એક ડાઈંગ મિલના માલિક હતા. અને મીલમાં 600-700 કામદારો કામ કરતા હતા. એટલું જ નહીં 17 દેશોના પ્રવાસ પણ કરી ચુક્યા છે.

સારા સમયમાં તેમણે ત્રણ ફ્લેટ ખરીદ્યા હતા. અને બંને પુત્રોના ભવિષ્ય માટે ફ્લેટ મોર્ગેજ કરીને લોન લીધી હતી. પરંતુ લોનના હપ્તા ન ભરાતા બેંકોએ ફ્લેટ સીલ કરી દીધા હતા. સમય ખરાબ આવે ત્યારે પડછાયો પણ સાથ છોડી દે. તેમ બંને પુત્રોએ પણ વૃદ્ધ પિતાના ઋણને ચુકવવાને બદલે તેમને રસ્તા પર રઝળતા મુકી દીધા હતા. તો પિતાએ પોતાના જ પુત્રો સામે ભરણપોષણની માગ કરી હતી. અને કોર્ટે બંને પુત્રોને દર મહિને પાંચ-પાંચ હજાર ચુકવવા હુકમ કર્યો હતો. પિતાનું કહેવુ છે કે, બંને પુત્રો મહિને 70 હજાર જેટલું કમાય છે છતાં બેંકનું ઋણ ચુકવતા નથી.

સુરતમાં એક સમયે ટેક્સટાઇલમાં લાખો રૂપિયાની કમાણી કરનાર વેપારીની આજે એવી હાલત છે કે, પોતાની કમાણીના 3 ફ્લેટ હોવા છતાંય રસ્તા પર એક ગરીબ મજબૂર ભિખારીની જેમ દિવસ વિતાવવા પડી રહ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે, તેમને બે પુત્ર હોવા છતાંય રસ્તા પર સૂવાનો વારો આવ્યો છે, આખરે મજબૂર બનેલા પિતાએ ભરણ પોષણ માટે કોર્ટમાં ફરિયાદ કરી છે.

શું છે પુરી કહાની?

સુરતમાં ટેક્સટાઇલના ધંધા દરમિયાન ખાસ્સી એવી નામના મેળવેલ અને ખાસ્સુ એવુ કમાનારા વેપારીને વૃધ્ધા અવસ્થામાં રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે. આ 62 વર્ષિય વૃદ્ધ વેપારી જેમનું નામ પ્રવિણભાઈ સિંગાપુરી છે, તેઓએ જે તે સમયે કમાણી કરી 3 ફ્લેટ વસાવ્યા હતા. જોકે પોતાના બે પુત્રને સેટ કરવા અને તેમને ધંધામાં રૂપિયાની જરૂર હોવાને લઇને ત્રણેય ફલેટ મોર્ગેજ લોન કર્યા હતા, અને બેન્કમાંથી લોન લીધી હતી, પણ વૃદ્ધ આ લોનના હપ્તા ભરી શક્યા નથી, જેને લઇને બેન્ક દ્વારા ફ્લેટ સિલ મારવામાં આવ્યા હતા.
ફ્લેટ પર લીધેલી લોન બન્ને પુત્રોએ અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી. વૃધ્ધા અવસ્થાના લીધે વૃદ્ધ વધુ કમાઈ ન શકતા લોનની રકમ ભરપાઈ થઈ શકી ન હતી. પુત્રો દર મહિને 70 હજાર કમાતા હોવા છતા લોન ભરવામાં કોઈ મદદ ન કરી. વાત આટલે નથી અટકતી બંને પુત્રોએ પિતાની ગરજ પુરી થયા બાદ પોતાની સાથે ન રાખ્યા અને રસ્તા પર રજળતા મૂકી દીધા. આજે આ વૃદ્ધ રસ્તા પર રહીને ભિખારી જેવું જીવન વિતાવી રહ્યા છે, એક સમયે જ્યારે આલીશાન જિંદગી જીવતા હતા તેમને હાલ રસ્તા પર સૂવાનો વારો આવ્યો છે.

આખરે આ વૃદ્ધે ન્યાય માટે કોર્ટનું શરણુ લીધુ અને બંને પુત્રો સામે ભરણ પોષણની માંગ કરતી અરજી કરી હતી. કોર્ટે બંને પુત્રોને દર મહિને રૂપિયા પાંચ-પાંચ હજાર ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ મુદ્દે ન્યૂઝ18 દ્વારા તેમનો સંપર્ક કરી તેમની આપવીતિ સાંભળતા માલુમ થયું કે, આ માત્ર વેપારી નહી પરંતુ એક સમયના ઉદ્યોગપતિ હતા, તેઓ 90ના દાયકા પહેલા એક ડાઈંગ મિલના માલિક હતા, તેમની મીલમાં 600-700 મજૂરો કામ કરતા હતા. એટલું નહી, તેઓ યૂકે, યુરોપ સહિત 17 દેશની યાત્રા કરી ચુક્યા છે, સાથે 30 વખત તો માત્ર દુબઈ જઈ આવેલા છે. તેમણે કહ્યું, તેમની પત્નીના મૃત્યું બાદ ધીમે ધીમે બધુ ખતમ થઈ ગયું, અને આજે આ દિવસો જોવાનો વારો આવ્યો છે.
First published: January 23, 2020, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading