વરસાદથી સુરતના કાપડ વેપારીઓને રૂ. 3,000 કરોડનું નુકસાન વેઠવાનો વારો

News18 Gujarati
Updated: August 13, 2019, 3:37 PM IST
વરસાદથી સુરતના કાપડ વેપારીઓને રૂ. 3,000 કરોડનું નુકસાન વેઠવાનો વારો
પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ અને ઉત્તર ભારતમાં થયેલા વરસાદને લઈને આ વર્ષે સુરતના કાપડ વેપારીને 3 હજાર કરોડથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ દેશભરમાં જયારે ભારે વરસાદ ચાલી રહી છે તેની સીધી અસર સુરતના કાપડ બજારમાં જોવા મળી રહી છે. દક્ષિણ અને ઉત્તર ભારતમાં થયેલા વરસાદને લઈને આ વર્ષે સુરતના કાપડ વેપારીને 3 હજાર કરોડથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

હાલમાં તહેવારની સિઝન શરૂ થઇ છે તેવામાં દક્ષિણ ભારત અને ઉત્તર બહારના રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને લઈને પૂર આવ્યું છે. તેની સીધી અસર સુરતના કાપડ માર્કેટમાં જોવા મળી રહી છે. કારણકે રેલ આવતા તામિનલડું, આંધ્રપ્રદેશ, બિહાર, કેરળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં આવનારા તહેવારને લઈને આપવામાં આવેલા કાપડના મોટાભાગના ઓડર કેન્સલ થઇ ગયા છે.


આવનારા તહેવારના ઓડર પણ હાલમાં મુલતવી કરવામાં આવ્યા છે. જેને લઈને કઈ શકાય કે સુરતના વેપારી ઓને મંદી વચ્ચે જે વેપારની આશ દેખાતી હતી. તે તૂટી ગઈ છે અત્યાર સુધીમાં વેપારીઓને કહી શકાય કે 3 હજાર કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

જોકે રક્ષાબંધ અને બકરા ઈદને લઈને તેજ પ્રકારનો ઓડર આવતા હોવાને લઈને વેપારી એ તેજ પ્રકારનો માલ ત્યારે કરાવ્યો હતો. અથવા વેપારીના ગોડાઉનમાં પડેલા હોવાને લઈને પેમેન્ટ 30 દિવસને બદલે 60 દિવસે આવશે અથવા માલ રિટર્ન થશે. આ ઉપરાંત આ તહેવારનો માલ અન્ય તહેવારમાં નહિ ચાલતો હોવાને લઈને વેપારીને આ માલ માથે પડ્યો છે.

જોકે આગામી તહેવારની પણ વેપારીએ તૈયારી કરી છે તેવામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં આ વર્ષે કાપડની મેગ ઘટતા વેપારીને કમાવાની જગ્યાએ પર રડવાનો વારો આવ્યો છે. કારણકે એકતો મંડી અને તેમાં પણ કુદરતી હોનારતને પગલે વેપારી ને ભારે નુકસાન જશે.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...