કમોસમી વરસાદ: નવસારી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી, કરોડોના નુકશાનની ભીતિ

News18 Gujarati
Updated: October 29, 2019, 4:34 PM IST
કમોસમી વરસાદ: નવસારી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી, કરોડોના નુકશાનની ભીતિ
સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડુતોનો ઉભો પાક પડી જતા ખેડુતોની હાલત કફોડી થવા પામી

સરકાર પણ આવનાર ૩૦ તારીખ સુધીજ પાકની ખરીદી કરશે જે સમય વધારવા પણ ખેડુતો માંગ કરી રહ્યા છે. ત્યારે ખેડુત દેવાદાર ની સાથે પાયમાલ બન્યો છે

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ડાંગ, શેરડી સહિત રવીપાકો કરતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો ખેડૂત પોતાને ખેતીમાં થયેલા નુકશાનને પગલે પાયમાલ થવા પામ્યો છે.

સારા વરસાદ પડતા ખેડુતોએ ડાંગર, શેરડી સહિતના પાકોનુ વાવેતર કર્યુ હતુ. પરંતુ નવસારી જિલ્લા સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડુતોનો ઉભો પાક પડી જતા ખેડુતોની હાલત કફોડી થવા પામી છે. ખેડુતોના પાકને નુકશાનની સાથે જ જે મંડળીમાં ખેડુતો પોતાનો પાક આપતા હતા એ મંડળીએ પણ ખેડુતોના પાક લેવાની ના કહી દેતા ખેડુતના માથે આફ ફાટયુ છે.

તો સરકાર પણ આવનાર ૩૦ તારીખ સુધીજ પાકની ખરીદી કરશે જે સમય વધારવા પણ ખેડુતો માંગ કરી રહ્યા છે. ત્યારે ખેડુત દેવાદાર ની સાથે પાયમાલ બન્યો છે. તો ખેડુતોના પાકને નુકશાન થતા ખેડુતો હવે સરકાર તરફ રાહત પેકેજ ની આશા રાખી રહ્યા છે. તો ખેડુતોને સરકાર રાહત આપે એ જરૂરી બન્યુ છે.

ઉલ્લેખનીય છે કે, બદલાયેલા વાતાવરણ અને સિસ્ટમના પગલે ચોમાસુ મોડે સુધી રહ્યું હતું, ત્યારબાદ દિવાળીનો તહેવાર આવે તે પહેલા ક્યાર વાવાઝોડુ આવી ગયું અનેં ખેૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે. હજારો વિઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, માત્ર દક્ષિણ ગુજરાત જ નહી પરંતુ રાજ્યના અનેક વિસ્તારમાં આ કમોસમી કુદરતી આપત્તિ આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
First published: October 29, 2019, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading