coronavirus સમયમાં સુરતમાં લોહીની અછત ન સર્જાય તે માટે પોલીસે ભર્યું ઉમદા પગલું


Updated: October 18, 2020, 11:20 PM IST
coronavirus સમયમાં સુરતમાં લોહીની અછત ન સર્જાય તે માટે પોલીસે ભર્યું ઉમદા પગલું
રક્તદાન કરતા પોલીસ કર્મચારીઓ

સુરતના દરેક પોલીસ મથકમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે સુરત પોલીસ કમિશ્નર ખુદે પણ રક્તદાન કરી લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી.

  • Share this:
સુરતઃ કોરોના કાળમાં (coronavirus) સુરતમાં (surat) રક્તની અછત ન સર્જાય તે માટે સુરતના કતારગામ પોલીસ મથકમાં (katargam police station) રક્તદાન કેમ્પનું (Blood donation camp) આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસકર્મીઓએ (policemen) રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ પ્રસંગે સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર પણ હાજર રહ્યા હતા .

કોરોનાના કપરા સમય અને લોક ડાઉન દરમ્યાન પોલીસ ફ્રન્ટ લાઈન વોરીયર્સ તરીકે આગળ આવી હતી અને હવે સુરતમાં રક્તની કમી ન સર્જાય તે માટે પણ સુરત પોલીસ આગળ આવી રહી છે. સુરતના દરેક પોલીસ મથકમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે સુરત પોલીસ કમિશ્નર ખુદે પણ રક્તદાન કરી લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી.

ત્યારે  સુરતના કતારગામ પોલીસ મથકમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કર્મચારીઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ પ્રસંગે સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર પણ હાજર રહ્યા હતા અને તેઓએ રક્તદાન કરનારા તમામ પોલીસકર્મીઓનો અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?

આ રકત દાન કેમ્પમાં પોલિસ વિભાગની સાથે સ્થાનીક લોકોએ પણ લોહિ આપ્યું હતું. ત્યારે પોલિસ કમિશર અજય તોમરે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાને લઇને લોકો બ્લડ બેંક ખાતે જતા નથી. ત્યારે લોકોને જાગ્રુત કરવાનું ખુબજ જરૂરી છે. આવા સમયે પોલિસ વિભાગ  આગળ આવ્યું છે.અને લોકોમાં જાગ્રુતી લાવવાનો પ્રયાસ કર્યો હતો.  જેથીજ આવા કામમાં સુરત પોલીસ પેહલા પહેલ કરી રહી છે અને પછી લોકોને આગળ આવવા કહી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ-જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામઆ પણ વાંચોઃ-ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતની સભામાં ફેંકાયા ઈંડા, ફેંકનાર યુવક કોણ? જુઓ video

ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 239 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (coronavirus) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં (surat corona update) 173 જયારે ગ્રામીણ વિસ્તારમાં 66 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 33927 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક (covid-19 death toll) 981 પર પહોંચ્યો છે, તેવામાં આજે 265 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.



કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 239 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 173 કેસ નોધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 24643 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 66 કેસ સાથે દર્દી સંખ્યા 9284 પર પહોંચી છે.
Published by: ankit patel
First published: October 18, 2020, 11:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading